ઇકો સેન્સેટિવનો મુદ્દો ફરી ઉછળ્યો : ભાજપ – BTP સામસામે

350

– ડેડિયાપાડામાં થયેલી સભા મુદ્દે સાંસદે વાંધો ઉઠાવ્યો

ડેડીયાપાડા : ડેડીયાપાડા ખાતે જાહેર સભા કરી BTPએ જે મુદ્દો ઉઠાવ્યો હતો તે ઇકોસેન્સેટિવ હટાવો સમિતિ હેઠળ આ કાયદો રદ કરવાનો છે.જેમાં હાજર BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે મૂડીવાદીઓનું આદિવાસીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે.ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે.બાપ-દીકરા છે.કોંગ્રેસે વર્ષો સુધી રાજ કરી આદીવાસીઓનું શોષણ કરી ભાજપને જન્મ આપી દીકરા તરીકે દેશનું રાજ સોંપ્યું છે.ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ,પ્રકૃતિ ખતમ થઈ રહી છે, 121 ગામોને વિસ્થાપિત કરી મોટી હોટેલો,રિસોર્ટના નામે આદિવાસીઓની જમીન સરકાર હડપી લેવાનું કામ કરી રહી છે.

આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી પણ નસીબ નથી થતું.સરકારને ચેતવણી આપતા એમણે જણાવ્યું હતું કે તમે પોલીસ બોલાવે કે મિલેટરી પણ અમે આદિવાસીઓના વિસ્તારમાં બહારના લોકોને કોઈ પણ ભોગે આવવા નહિ દઈએ,ભલે તમે અમને આતંકવાદી કે નક્સલવાદી કહો અમને કશી પડી નથી.જે પણ લોકો આદીવાસીઓને છેતરશે અથવા છેડશે એને અમે નહિ છોડીએ તમે બંદૂક ઉઠાવશો તો અમે તમારી સામે તીર કામઠા ઉઠાવીશું.

ઇકો સેન્સેટિવના મુદ્દાથી લોકો ભરમાય નહિં

ગત ચૂંટણી 2016માં પણ અમે ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કર્યો હતો.અમે સ્થગિત કરાવ્યો હતો જે મુદ્દો લોકોમાં ઉઠાવી BTP કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી.પછી જીતી ગયા એટલે ચૂપ થઇ ગયા.કેમ વચ્ચે મુદ્દો કોઈએ ન ઉઠાવ્યો.સ્થાનિક ચૂંટણીઓ આવી એટલે પાછા આ મુદ્દો ઉઠાવી બેઠા છે.ઇકો સેન્સેટિવના મુદ્દાથી લોકો ભરમાય નહિં કોઈ રાજકીય રીતે રદ કર્યો નથી.કાયમી રદ કર્યો છે. – મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ

Share Now