ગાંધીનગરમાં LRDના આંદોલનકારી વિદ્યાર્થીઓને જેલમાં ધકેલાતા સુરતમાં ક્લેક્ટરને રજૂઆત કરાઈ, ધરણાની ચીમકી

310

– LRDના 19 આંદોલનકારીને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે

સુરત : ગાંધીનગરમાં LRDના વિદ્યાર્થીઓ 25 દિવસથી આંદોલન ચલાવી રહ્યા હતા. જેઓની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતાં.જેથી સુરતમાં કલેકટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને છોડવા રજૂઆત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ક્લેક્ટરને રજૂઆત કરતાં કહ્યું કે,વિદ્યાર્થીઓને ઝડપથી છોડાશે નહીં તો ધરણા કરવામાં આવશે.

જેલમાં પણ વિદ્યાર્થીઓના ઉપવાસ

ગાંધીનગરમાં એલ.આર.ડી.ના વિદ્યાર્થીઓની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.જેને લઈને સુરતમાં કલેકટરને આવેદનપત્ર અપાયું છે.આવેદન આપનાર ચિંતન સંઘાણીએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં એલ.આર.ડી.ના વિદ્યાર્થીઓ ૨૫ દિવસથી આંદોલન ચલાવી રહ્યા હતા.તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને સાબરમતી જેલમાં તેઓને ધકેલવામાં આવ્યા છે.જેલમાં ગયેલા ૧૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ વિદ્યાર્થીઓ જેલની અંદર જ ઉપવાસ આંદોલન કરી વિરોધ નોંધાવી રહ્યા છે.

વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ

આવેદનપત્ર ક્લેક્ટરને આપીને કહેવામાં આવ્યું હતું કે,ખોટા ગુના દાખલ કરી વિદ્યાર્થીઓને જે જેલમાં મોકલવામાં આવ્યા છે.તેઓને વહેલી તકે મુક્ત કરવામાં આવે.વિદ્યાર્થીઓને જો મુક્ત કરવામાં નહી આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં દરેક સમાજના આગેવાનો સાથે ધરણા કરવામાં આવશે.

Share Now