નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી મોંઘવારી બેકાબૂ બની ગઈ હોવાનું લગભગ 72 ટકા લોકોનું માનવું છે.બજેટ અંગેના સર્વેમાં આ વાત બહાર આવી છે.પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન મોંઘવારી વધવાની વાત કરનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ છે.આ વખતનાં 72.1 ટકાની તુલના 2015માં માત્ર 17.1 ટકા લોકોએ કહ્યું હતું કે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન મોંઘવારી વધી છે.
મોદી સરકારનું આર્થિક ક્ષેત્રે પ્રદર્શન નિરાશાજનક
2020માં માત્ર 10.8 ટકા જવાબ આપનારા લોકોએ કહ્યું હતું કે કિંમતોમાં ઘટાડો આવ્યો છે, જ્યારે 12.8 ટકાએ કહ્યું કે કાંઇ પણ બદલાયું નથી, 2014 બાદથી જ આર્થિક મોરચે સરકારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે, 46.4 ટકા લોકોએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું પ્રદર્શન આર્થિક મોરચા પર નિરાશાજનક રહ્યું છે, માત્ર 31.7 ટકા લોકોએ જ કહ્યું કે પ્રદર્શન સારૂ રહ્યું છે.
મોદી સરકારની સ્થિતિ સૌથી ખરાબ
મનમોહન સિંઘ 2010માં વડા પ્રધાન હતા તે પછીની કોઈ પણ સરકારની આ સૌથી ખરાબ કામગીરી છે.પાછલા વર્ષમાં 38.2 ટકા લોકોએ કહ્યું હતું કે મોંઘવારીએ વિપરીત અસર પાડી છે,જ્યારે 34.3 ટકા લોકોએ કહ્યું હતું કે થોડી અસર થઈ છે.લગભગ અડધા લોકોએ જણાવ્યું હતું કે પાછલા એક વર્ષમાં જીવનધોરણ કથળ્યું છે.48.4 ટકા લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સામાન્ય માણસનું જીવનધોરણ કથળ્યું છે,તો 28.8 ટકા લોકોએ કહ્યું કે તેમાં સુધારો થયો છે અને 21.3ટકા લોકોએ કહ્યું કે તે પહેલા જેવું જ છે.