રાજસ્થાન સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર,કોંગ્રેસના ખાતામાં સૌથી વધુ સીટ,ભાજપ નંબર-2

260

રાજસ્થાન સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં 29 લાખ મતદાતા હતા.તેમાંથી 22 લાખે મતદાન કર્યું હતું. તેમાંથી 7,85,282 મત કોંગ્રેસને મળ્યા છે,જ્યારે 7,65,363 મત ભાજપ્ના ખાતામાં ગયા છે.687,219 મત અપક્ષ ઉમેદવારોને મળ્યા છે.

રાજસ્થાનના 20 જિલ્લાની 90 નગરપાલિકાની 3334 સીટો માટે થયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે.આ 90 નગરપાલિકાઓમાંથી ભાજપ્ને 24 પર પૂર્ણ બહુમત મળ્યો છે,જ્યારે કોંગ્રેસને 19માં પૂર્ણ બહુમત મળ્યો છે.પાંચ પાલિકામાં બન્ને બરોબરી પર છે અને અહીં અપક્ષ પૂર્ણ બહુમતમાં છે.ઘણી પાલિકામાં અપક્ષના સહારે કોંગ્રેસ પોતાની ગાડી પાર કરાવવામાં લાગી છે.

રાજસ્થાન સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં 29 લાખ મતદાતા હતા.તેમાંથી 22 લાખે મતદાન કર્યું હતું. તેમાંથી 7,85,282 મત કોંગ્રેસને મળ્યા છે,જ્યારે 7,65,363 મત ભાજપ્ના ખાતામાં ગયા છે. 687,219 મત અપક્ષ ઉમેદવારોને મળ્યા છે.

જો 90 પાલિકાની કુલ સીટો જીઓએ તો 1140 સીટ ભાજપે જીતી છે,જ્યારે કોંગ્રેસને 1197 પર જીત મળી છે. અપક્ષ ઉમેદવારોના ખાતામાં 693 સીટો ગઈ છે.અપક્ષ ઉમેદવારોએ બે જગ્યા નોખા અને નિવાઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું બોર્ડ બનાવ્યું છે,જ્યારે ભિંડરમાં જનતા સેનાએ પોતાનું બોર્ડ બનાવ્યું છે.
હનુમન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને પણ મુંડવામાં લીડ મળી છે. મતની ટકાવારી પ્રમાણે જોઈએ તો કોંગ્રેસ અડધા ટકાથી ભાજપ કરતા આગળ છે. ભાજપ્ના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાનુ કહેવુ છે કે પાર્ટી આ વખતે પાછલા વખત કરતા વધુ સીટો જીતીને આવી છે.પુનિયાએ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાનના પ્રભારી અજય માકનની કોંગ્રેસની જીત પર શુભેચ્છાને મજાક બનાવી છે.

પરંતુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ દાવો કર્યો કે,ઉમેદવારોના વિશ્વાસે તે 50 પાલિકામાં પોતાની સરકાર બનાવી લેશે.ડોટાસરાએ કહ્યુ કે,કોંગ્રેસની રણનીતિ હેઠળ અપક્ષ ઉભા કયર્િ હતા જે અપક્ષ જીત્યા છે તે કોંગ્રેસના છે.

Share Now