રાહુલની તાજપોશીની તૈયારી:દિલ્હી કોંગ્રેસે તાત્કાલિક અધ્યક્ષ બનાવવા દરખાસ્ત મંજૂર કરી

261

જૂન મહિનામાં કોંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી યોજાશે:અનિલ ચૌધરીએ પ્રસ્તાવ રજૂ કર્યો: જૂન મહિનામાં નવા અધ્યક્ષ

દિલ્હી કોંગ્રેસે રવિવારે રાહુલ ગાંધીને તાત્કાલિક અસરથી પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે એક દરખાસ્ત મંજૂરી કરી છે. જૂન મહિનામાં યોજાનાર કોંગ્રેસ કાર્યસમિતિ ચૂંટણી અગાઉ દિલ્હી એ રાહુલ રિટર્ન અભિયાનની શરૂઆત કરનારું પ્રથમ પ્રદેશ યુનિટ બની ગયું છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (આઈ.સી.સી.)ના ઈંચાર્જ શક્તિ સિંહ ગોહિલે સિનિયર લીડર્સની ઉપસ્થિતિમાં આ દરખાસ્તને મંજૂર કરી છે.
પી.સી.સી. ઓફિસમાં યોજાયેલી બેઠકમાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ ચૌધરીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે દરખાસ્ત રજૂ કરી હતી.તેમણે કહ્યું કે પાર્ટી કાર્યકતર્નિી ભાવનાને ધ્યાનમાં રાખી મે રાહુલના નામની ભલામણ કરી છે. આજે દેશ ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.આ સંજોગોમાં રાહુલે ફરી પક્ષની જવાબદારી સંભાળવી જોઈએ.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર દેશના લોકશાહી,અર્થતંત્ર, સામાજીક અને ધાર્મિક બાબતો પર હુમલા કર્યાં છે.ફરી એક વખત જાહેર સંસ્થાઓ તેમની જવાબદારી સંભાળવામાં નિષ્ફળ રહી છે.રાહુલ ગાંધીએ હંમેશા દેશને આ જોખમો અંગે માહિતગાર કર્યાં છે.3 કાળા કૃષિ કાયદા અંગે પણ દેશને ચેતવણી આપી હતી.
દરખાસ્ત પસાર થયા બાદ ચૌધરીએ જણાવ્યું હતું કે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હોવાના નાતે હું કાર્યકતર્ઓિ અને સમર્થકોને રાહુલ પ્રત્યેની ભાવનાને સમજી શકું છું.ફક્ત રાહુલ જ સત્તારુઢ પાર્ટી ભાજપ્નો સામનો કરી શકે છે.

Share Now