દિલ્હી : નાણાં મંત્રી નિર્મલા સીતારમને વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં જૂની ગાડીઓ માટે એક વોલન્ટરી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી.આ પોલિસી હેઠળ પર્સનલ વ્હીકલ્સને ૨૦ વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવું પડશે,જ્યારે કોમર્શિયલ વ્હીકલ્સને ૧૫ વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવું પડશે.જૂની ગાડીઓનું ફિટનેસ ટેસ્ટ ઓટોમેટેડ સેન્ટર્સમાં થશે.
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મિનિસ્ટ્રી આ પોલિસીની ફાઇનલ ડીટેલ્સની જાહેરાત કરશે. વ્હીકલ સ્ક્રેપ પોલિસીથી લગભગ ૪૩,૦૦૦ કરોડ રૂપિયાની બિઝનેસ તક ઉભી થવાની આશા છે.આનાથી પર્યાવરણને પણ લાભ થશે.સ્ક્રેપ પોલિસીની જાહેરાત બાદ ઓટો સ્ટોક્સમાં તેજી આવી છે.નિર્મલા સીતારમને કહ્યું કે, જૂના અને અનફિટ વ્હીકલ્સને હટાવવા માટે અમે અલગથી વોલન્ટરી સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરી રહ્યાં છે.આ ફ્યૂલ-ઇફીશિએન્ટ અને પર્યાવરણ ફ્રેન્ડલી વ્હીકલ્સને પ્રોત્સાહિત કરશે. આનાથી ગાડીઓથી થનાર પ્રદૂષણ અને ઓઇલ ઇન્પોર્ટ બિલ ઘટશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ૧૫ વર્ષ જૂની ગાડીઓની સ્ક્રેપિંગની પરવાનગી આપવા માટે ૨૬ જુલાઇ, ૨૦૧૯ના રોજ મોટર વ્હીકલ નોર્મ્સમાં સુધારાનો પ્રસ્તાવ આપયો હતો. આનો હેતુ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનો વિસ્તાર વધારવાનો છે.