દેશમાં દર વર્ષે દોઢ લાખ કન્યાઓના થાય છે બાળવિવાહ

333

– કાયદો હોવા છતાં ઉંમર વર્ષ 15 પહેલા જ 7 ટકા છોકારીઓને પરણાવાવાનો સરકારી આંકડાઓમાં ખુલાસો

આઝાદીને 74 વર્ષનો સમય થયો છે. મોર્ડન યુગ આવી ગયો છે પરંતુ બાળવિવાહ જેવું સામાજિક દુષણ આજેય રોકાયું નથી.સરકારે બાળવિવાહ ઉપર કાયદો બનાવી દીધો પરંતુ કાયદાનું સફળતાથી અમલીકરણ કરાવવામાં નિષ્ફળ રહી છે.દેશમાં દર વર્ષે લગભગ દોઢ કરોડ છોકરીઓનાં લગ્ન 18 વર્ષથી નાની ઉમરમાં થાય છે.

કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર 27 ટકા છોકરીઓનાં લગ્ન કાયદાકીય નક્કી થયેલ ઉંમર વર્ષ 18 પહેલા જ થઇ જાય છે.જ્યારે આધુનિક સમયમાં 7 ટકા છોકરીઓના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા થઇ જાય છે.વર્ષ 2020મ 16 ટકા છોકરીઓના લગ્ન 18 થી 19 વર્ષની ઉંમર દરમિયાન થયા હતાં. કેન્દ્ર સરકારે વર્ષ 2030 સુધીમાં બાળવિવાહ સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાનું લક્ષ્‍ય રાખ્યું છે.બાળવિવાહની સમાજ માટે હાનીકારક પ્રથા રોકવા માટે કેન્દ્ર સરકારે લગ્ન માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમરનને વધારીને 21 વર્ષ કરવા ઈચ્છે છે.તેના પણ વિચારણા માટે નીતિઆયોગનાં સભ્ય વિનોદ પોલની અધ્યક્ષતામાં 10 સભ્યોની એક ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવી છે.

આ બાબતે બાળકો અને સ્ત્રીઓની સુરક્ષા માટે કામ કરતા એનજીઓનું કહેવું હતું કે માત્ર કાયદા બનાવવાથી બાળવિવાહની કુપ્રથા ખતમ થશે નહી.એ માટે સરકારે અસરકારક અને આકરા પગલા લેવા જરૂરી છે.સમાજમાં આર્થિક અને સામાજિક પછાત લોકોમાં જાગૃતતા ફેલાવવી જરૂરી છે.ગરીબી,અસુરક્ષા,શિક્ષણનો અભાવ,પિતૃસત્તા,જાતીય અસમાનતા અને કેટલીક પરંપરાનાં કારણે દેશમાં બાળવિવાહની પ્રથા જોવા મળે છે.જાગૃતતાના અભાવનાં કારણે છોકરીઓને પરાયું ઘન સમજીને ઝડપથી લગ્ન કરીને સાસરે મોકલવામાં આવે છે.જોકે આ માનસિકતામાં બદલાવ લાવવાનો સમય આવી ચુક્યો છે અને બાળવિવાહ જેવી કુપ્રથાનું વર્તમાન સમયમાં આટલું મોટું પ્રમાણ એ જ સમાજ માટે મોટું કલંક છે.

Share Now