પ્રહાર/સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું સીતાના નેપાળ અને રાવણની લંકા કરતા રામના ભારતમાં પેટ્રોલની કિંમતો વધુ

256

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની સરકારને ઘેરી છે.

સ્વામીએ ટ્વીટ કરી પોતાની સરકારને ઘેરી
નાણામંત્રીએ બજેટના ભાષણમાં પેટ્રોલ અને ડિઝલ પર સેસ લગાવવાની કરી હતી જાહેરાત
પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5 રુપિયા અને ડિઝલ પર 4 રુપિયા પ્રતિ લીટર સેસ લાગશે
સ્વામીએ કહ્યું છે કે રામના ભારતમાં સીતાના નેપાળ અને રાવણની લંકાની સરખામણીએ વધારે કિંમત પર પેટ્રોલ મળી રહ્યું છે. સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટના ભાષણમાં પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5 રુપિયા અને ડિઝલ પર ચાર રુપિયા પ્રતિ લીટર સેસ(ઉપકર) લગાવવાની જાહેરાત કરી હતી.

સ્વામીએ ટ્વીટ કરી પોતાની સરકારને ઘેરી
ભાજપના નેતા સ્વામીએ મંગળવારે એક ફોટો શેર કર્યો છે.જેમાં લખ્યું છે કે રામના ભારતમાં પેટ્રોલની કિંમત 93 રુપિયા,સીતાના નેપાળમાં 53 રુપિયા અને રાવણની લંકામાં 51 રુપિયા છે.ઉલ્લેખનીય છે કે ગત 3 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે.પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી,ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે.આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે.તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે.પેટ્રોલ-ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

જાણો તમારા શહેરમાં કેટલા છે ભાવ
પેટ્રોલ-ડીઝલની કિંમત તમે એસએમએસના માધ્યમથી જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર તમારે આરએસપી અને તમારા શહેરોનો કોર્ડ લખી 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.દરેક શહેરનો કોર્ડ અલગ અલગ હોય છે. જે તમને આઈઓસીએલની વેબસાઈટ પર મળી જશે.

Share Now