બિહાર સરકારનો મહત્વનો નિર્ણય
બિહારમાં વિરોધ કર્યો તો નહીં મળે નોકરી
તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર સાધ્યું નિશાન,”40 સીટના મુખ્યમંત્રી ડરી ગયા”
બિહારમાં નીતિશ સરકારનું નવું ફરમાન
બિહારમાં જૉ સરકાર સામે જૉ હવેથી વિરોધ પ્રદર્શન કે રસ્તા જામ કર્યા તો તે વ્યક્તિ સરકારી નોકરીને લાયક નહીં રહે અને કોઈ કોન્ટ્રાક્ટ પણ સરકાર નહીં આપે. આવું નવું ફરમાન બિહારમાં નીતિશ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.સરકારે નક્કી કર્યું છે કે હવેથી સરકારી નોકરી તે વ્યક્તિને જ મળશે જેના માટે પોલીસે ચરિત્ર પ્રમાણ જાહેર કરેલ હોય. જૉ સરકાર સામે પ્રદર્શન કે પછી રસ્તા જામ કર્યા તો અને તે વાત જૉ પોલીસના રેકોર્ડમાં રહેશે તો સારા ચરિત્રનું પ્રમાણ નહીં મળે.
બિહારમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું તો નહીં મળે સરકારી નોકરી
બિહારના ડીજીપીએ આ મુદ્દે એક લાંબો આદેશ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જૉ કોઈ વ્યક્તિ વિરોધ પ્રદર્શન, સડક જામ જેવા મામલાઓમા સામેલ હશે તો તેણે આપરાધિક કૃત્ય ગણવામાં આવશે. આવા વ્યક્તિઓએ ગંભીર પરિણામો માટે તૈયાર રહેવાની જરૂર છે અને તેમને સરકારી નોકરી વગેરે નહીં મળે.
સત્તા સામે વિરોધ કર્યો તો બિહારમાં હવે નોકરી નહી મળેઃ તેજસ્વી
બિહારમાં આ નવા ફરમાનનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે મુસોલીની અને હિટલરને પણ પડકાર આપી રહેલા નીતિશ કુમાર કહે છે કે સત્તા વ્યવસ્થા વિરુદ્ધ પ્રદર્શન કર્યું તો નોકરી નહીં મળે. એટલે નોકરી પણ નહીં આપે અને વિરોધ પણ કરવા નહીં દે. 40 સીટોના મુખ્યમંત્રી ભયભીત છે કે શું?
સરકારી નોકરી,હથિયાર લાયસન્સ અને પાસપોર્ટ માટે પોલીસનું પ્રમાણ પત્ર જરૂરી
બિહારના ઉપરથી લઈને નીચે સુધીના પોલીસ અધિકારીઓને આ મુદ્દે આદેશ અપાઈ ગયા છે.જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ચૂક ન થવી જોઈએ અને તેના માટે પોલીસ સ્ટેશનના થાનાધ્યક્ષ જવાબદાર રહેશે.