ડાભેલની વેલનોન સહિત અન્ય કંપનીના નહેર પરના દબાણો દૂર

317

દમણગંગા નહેર વિભાગની કેનાલ ઉપર ગેરકાયદે દબાણોની ઉઠી રહેલી ફરિયાદ પ્રશાસન દ્વારા સમયાંતરે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગળવારે રેવન્યુ અને પીડબલ્યુડીની ટીમે ડાભેલ વિસ્તારમાં નહેર પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.

ડે.કલેકટર ચાર્મી પારેખ અને પીડબલ્યુડીના સહાયક ઇજનેરની ટીમે મંગળવારે ડાભેલમાં નહેર ઉપર દબાણ કરનારી વેલનોન પોલીસ્ટર કંપની સહિત અન્ય નાની મોટી કંપની અને ખાનગી મકાન માલિકોએ કરેલા દબાણને દૂર કર્યા હતા.દમણના રેવન્યુ વિભાગે અત્યાર સુધીમાં ભીમપોરમાં 5,કચીગામમાં 8.3 અને ડાભેલમાં દોઢ કિલોમીટર નહેર પર દબાણો દૂર કરાયા છે.દબાણ દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રખાશે.

Share Now