એલર્ટ/આ સરકારી બેંકે ગ્રાહકોને કર્યા સાવધાન,ફ્રીના ચક્કરમાં ન કરો આ કામ,નહીં તો તમારું અકાઉન્ટ થઈ જશે સાફ

305

દેશની ત્રીજી સરકારી સૌથી મોટી બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યું છે. BOB એ ટ્વીટ દ્વારા પોતાના ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું કે,અનેક ફ્રી ઓફર અને ગિફ્ટ આપનાર સંદિગ્ધ SMS અને ઈ-મેઈલથી સાવધાન રહો.તેના પર ક્લિક અથવા રિસ્પોન્સ ન કરો.બેંકે કહ્યું કે,ફ્રીનું સારું લાગે છે પરંતુ તે સુરક્ષિત નથી.જણાવી દઈએ કે,કોરોના કાળમાં બેંકિંગ ફ્રોડના મામલામાં ઘણો વધારો થયો છે.તેને જોઈને તમામ બેંકે છેતરપિંડીથી બચવા માટે પોતાના ગ્રાહકોને સમયે-સમયે સચેત કરતા રહે છે.

આ ઉપરાંત બેંકે ટ્વીટ કર્યું કે,દેના બેંક અને વિજયા બેંકના IFSC કોડ 1 માર્ચ 2021થી બંધ છે.1 માર્ચ 2021 બાદ આ કોડ કામ નહીં કરે.જો કોઈ જૂનો કોડનો ઉપયોગ કરશે તો પૈસા ટ્રાંસફર નહીં થાય.જણાવી દઈએ કે,બેંક ઓફ બરોડામાં વિજયા અને દેના બેંક મર્જ થઈ ચૂકી છે.

ફ્રી WIFI નેટવર્કનો ન કરવો ઉપયોગ

આ સાથે જ બેંકે ટ્વીટમાં પોતાના ગ્રાહકોને કહ્યું કે,ઈન્ટરનેટ બેંકિગ માટે ફ્રી વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરવાથી બચો.ફ્રી વાઈફાઈ નેટવર્કના ઉપયોગથી તમારા નેટબેંકિંગ હેક થઈ શકે છે.તમારું બેંક અકાઉન્ટ સાફ થઈ શકે છે.એટલા માટે નેટબેંકિંગ માટે ફ્રી વાઈફાઈનો ઉપયોગ ન કરવો.

ફોલો કરો આ સેફ્ટી ટિપ્સ

સ્માર્ટફોનનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો-ડિજીટલ બેંકિંગના ઉપયોગ કરો છો તો તમારા સ્માર્ટફોનનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખો.ડિજીટલ બેંકિંગની સેફ્ટીનું આ જરૂરી લેયર છે. પાસવર્ડમાં નંબર,સ્પેશયલ કેરેક્ટર જરૂર નાખો.
તમારી બેંકિંગ ડિટેલ કોઈને ન આપો- બેંકિંગ ડિટેલ પણ કોઈને બિલકુલ આપવી નહીં. જો તમને પ્રાઈઝ મનીના નામ પર કોઈ SMS કે ઈ-મેઈલ આવે તો સતર્ક રહો.
કોઈને ન બજાવો બેંકિંગ પીન- બેંકિંગ સાથે સંકળાયેલ પીન કોઈને ન બતાવો.તમારી આ બેદરકારીથઈ
તમારું અકાઉન્ટ એક સેકન્ડમાં ખાલી થઈ શકે છે.

Share Now