વાપીના નૂતન નગર સ્થિત નવકાર બિલ્ડિંગમાં શુક્રવારની રાત્રીએ તસ્કરોએ બંધ ફલેટનો નકુચો અને તાળું તોડી અંદર સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા. મકાન માલિક સહપરિવાર વતનમાં ગયો હોવાથી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.વાપીના નૂતનનગર સ્થિત નવકાર સોસાયટીમાં ફલેટ નંબર 201માં નરપતસિહ ભવરસિંહ રાજપુરોહિત માલાણી ટ્રાવેલ્સનો એજન્ટ તરીકે કામ કરે છે.ગત 2જી ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે વતન રાજસ્થાનના બાડમેર જિલ્લાના સોઢાકી ઢાણી ગામે ગયા હતા.
આ દરમિયાન કોઇ ચોર ઇસમે શુક્રવારે રાત્રીએ તેમના ઘરનું તાળું તોડી અંદર પ્રવેશી લોખંડના કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 90 હજાર મળી કુલ 2 લાખ 55 હજારની ચોરી કરી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આ અંગે તેમણે વાપીમાં રહેતા સંબંધી ઓમપ્રકાશ પુરોહિતને જાણ કરતા તેમણે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.