૧૦૦ વિલફૂલ ડિફોલ્ટરોએ બેન્કો ડૂબાડી : 84,000 કરોડ રૂપિયા દબાવીને બેઠા, આ છે નંબર વન કંપની

278

દેશની બેન્કોના ટોચના ૧૦૦ વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી બેન્કોએ ગયા નાણાં વર્ષના અંતે રૂપિયા ૮૪ હજાર કરોડથી વધુ લેવાના બાકી નીકળતા હતા.બેન્કોએ સૌથી વધુ રકમ ગીતાંજલિ જેમ્સ પાસે લેવાની બાકી હતી,એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.આમાંથી ૩૨ ટકા જેટલી રકમ ટોચના દસ ડિફોલ્ટરો પાસેથી લેવાની નીકળતી હતી.માર્ચ ૨૦૨૦ના અંતે દેશની બેન્કોએ વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી કુલ રૂપિયા ૮૪૬૩૨ કરોડ લેવાના બાકી હતા એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.

નાણાં વર્ષ ૨૦૨૦ના અંતે ડિફોલ્ટ રકમનું કદ ૫.૩૪ ટકા વધી ગયું

પોતાની બેલેન્સ શીટસને ક્લિન કરવા બેન્કોએ આ રકમમાંથી ૭૫ ટકા જેટલી રકમ રાઈટ ઓફ્ફ કરી નાખી છે છતાં રિઝર્વ બેન્કના રિપોર્ટમાં આ રકમ ડિફોલ્ટ તરીકે દર્શાવવામાં આવે છે.જ્યાં સુધી રકમ ચૂકતે નહીં થાય ત્યાં સુધી ડિફોલ્ટ તરીકે જ ઉલ્લેખાવાનું ચાલુ રહેશે એમ એક બેન્કરે જણાવ્યું હતું.નાણાં વર્ષ ૨૦૧૯ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૦ના અંતે ડિફોલ્ટ રકમનું કદ ૫.૩૪ ટકા વધી ગયું હતું.માર્ચ ૨૦૧૯ના અંતે ડિફોલ્ટ રકમનું કદ રૂપિયા ૮૦,૩૪૪ કરોડ રહ્યું હતું,એમ રિઝર્વ બેન્ક દ્વારા પૂરી પડાયેલી એક આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું.

વિલફૂલ ડિફોલ્ટરોમાં સૌથી વધુ રકમ કોની

વિલફૂલ ડિફોલ્ટરોમાં રૂપિયા ૫,૬૯૩ કરોડ સાથે સૌથી વધુ રકમ ગીતાંજલીની રહી હતી.પંજાબ નેશનલ બેન્કનું રૂપિયા ૪,૬૪૪ કરોડ સાથે ગીતાંજલિમાં સૌથી વધુ એકસપોઝર રહ્યું હતું.દસના ટોચ ડિફોલ્ટરો પાસેથી સ્ટેટ બેન્કે રૂપિયા ૧,૮૭૫ કરોડ લેવાના નીકળતા હતા.

રાઈટ ઓફ્ફમાં બેન્કો તેમની નોન પરફોર્મિંગ એસેટસને એકટિવ બેલેન્સ શીટસમાંથી ઓફ્ફ બેલેન્સ શીટ એકાઉન્ટસમાં લઈ જાય છે.ચાર વર્ષથી જુની એનપીએને સંપૂર્ણ રીતે રાઈટ ઓફ્ફ કરી નાખવા રિઝર્વ બેન્કે બેન્કોને સૂચના આપી છે.નાણાં વર્ષ ૨૦૨૦માં એનપીએમાં ઘટાડા પાછળનું એક કારણ જંગી રાઈટ ઓફ્ફ પણ રહ્યું હતું.

Share Now