ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં લગભગ ૧૩૦ કાર એકબીજા સાથે અથડાઇ હતી.આ ઘટનામાં ૬ લોકોના મોત નિપજ્યાં છે,જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા છે.બર્ફીલા તુફાનને લીધે માર્ગ પર બરફની ચાદર પથરાતાં અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે.
આ ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલિસ અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ટેક્સાસના ફોર્ટ વર્થમાં થયેલ આ અકસ્માત એટલો ભયંકર હતો કે લગભગ ૧૨૦ કાર એકબીજા સાથે અથડાઇ હતી.જેમાં ઘણી કાર ટ્રકોની નીચે દબાઇ ગઇ હતી.અકસ્માતમાં કારોનું કચ્ચરઘાણ વળી ગયું હતું.
આ ઘટનાને કારણે લગભગ બે કિલોમીટરથી વધુ વિસ્તાર પ્રભાવિત રહ્યું.ઘણા લોકો બર્ફીલા તુફાન વચ્ચે આખી રાત ફસાયેલા રહ્યાં. જ્યારે તંત્ર દ્વારા સવારે ટ્રાફિક સામાન્ય કરવામાં આવ્યું હતું.ફોર્ટ વર્થ ફાયર ચીફ જિમ ડેવિસનું કહેવું છે કે,ઘણા લોકો એવા હતાં જે પોતાની ગાડીઓમાં ફસાઇ ગયા હતા અને તેમને સલામત રીતે કાઢવા માટે હાઇડ્રોલિક સાધનોના ઉપયોગની જરૂર હતી.