વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પત્રકારને જાનથી મારી નાખવાની આપેલી ધમકી બાદ ગુજરાત ભર ના પત્રકાર એસોસિએશન દ્વારા તેનો વિરોધ થયો હતો અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ની ટપોરી છાપ ભાષા અને તેની વર્તણૂક સામે જેતે જિલ્લા પોલીસ વડા અને કલેકટર ને રજૂઆતો શરૂ થયા બાદ પ્રેસ સામે દાદાગીરી કરનારા મધુ શ્રીવાસ્તવ સામે આખરે એક્શન લેવાની કાર્યવાહી શરૂ થઈ છે અને મધુ શ્રીવાસ્તવે પત્રકારને પતાવી દેવાની આપેલી ધમકી મામલે હવે DCP ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
વડોદરાના વાઘોડિયાના MLA મધુશ્રી વાસ્તવ ગુંડાગીરી ઉપર ઉતર્યા હોય તેમ ખાનગી ચેનલના પત્રકારને મધુ શ્રીવાસ્તવે ધમકી આપી હતી.મધુશ્રી વાસ્તવે કહ્યુ હતુ કે મારા માણસને કહીને પતાવી દઈશ.સીધો સવાલ પૂછ ખોટું ડહાપણ કેમ કરે છે?
નોંધનીય છે કે વડોદરામાં MLA મધુ શ્રીવાસ્તવ ના પુત્ર ને ભાજપે ટિકિટ આપી ન હતી અને અપક્ષ માં ગયા તો ત્યાં પણ ત્રણ સંતાનો મામલે ફોર્મ રદ થયું અને બાદમાં મધુ શ્રીવાસ્તવ ની પુત્રી નિલમને પણ ટિકિટ ન મળી હતી. મધુ શ્રીવાસ્તવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પુત્રી માટે ટિકિટ માંગી હતી.ત્યારે પાર્લામેન્ટરીએ મધુ શ્રીવાસ્તવની દિકરીને ટિકિટ ન આપવા નિર્ણય લીધો હતો.મધુ શ્રીવાસ્તવ ધારાસભ્યની ગરીમા ભૂલી એક ટપોરી ની જેમ પ્રેસ ને દબાવી પોતાનો કક્કો સાબિત કરવાની લ્હાય માં ભાન ભૂલી છેક પતાવી દેવાની વાત સુધી પહોંચી જતા રાજ્ય ના અન્ય પત્રકાર આલમ આ કાકા ઉંમરે પહોંચેલા ધારાસભ્ય ઉપર રોષ ની લાગણી જન્મી હતી અને ઉગ્ર રજુઆત કરી હતી.