મહારાષ્ટ્રમાં 22 વર્ષની આ ટીક ટોક સ્ટારે કર્યો આપઘાત, ક્યા મિનિસ્ટર સાથેના સંબંધોના કારણે આપઘાતની છે ચર્ચા ?

330

મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ શિવસેનાના એક મંત્રી પુણેમાં યુવતીની આત્મહત્યાના કેસમાં ફસાઈ ગયા છે.તેની સાથે જોડાયેલ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભાજપના મેત્રીએ યુવતીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે તેની વિસ્તૃત તપાસની માગ કરતા રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ઓડિયો ક્લિપ

ફડણવીસે પત્રમાં લખ્યું છે કે,પૂજા ચવાણની આત્મહત્યા સાથે જોડાયેલ 12 ઓડિયો ક્લિપ તેમના કાર્યાલયને પણ મળી છે.પત્ર સાથે ઓડિયો ક્લિપ ડીજીપીને મોકલવામાં આવી છે.ઓડિયો સાંભળ્યા બાદ સવાર ઉભા થઈ રહ્યા છે કે શું યુવતીને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી છે.ટીકટોક સ્ટારને ન્યાય અપાવવા માટે આ કેસમાં તપાસ કરીને દોષીતોને કડક સજા કરવાની માગ ઉઠી છે.આ પહેલા ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું હતું કે પૂજાની આત્મહત્યાના કેસમાં યવતમાલના ધારાસભ્ય અને રાજ્યમંત્રીનું નામ સામે આવી રહ્યું છે.

અજિત પવારે કહ્યું- આરોપમાં તથ્ય હશે તો તપાસ થશે

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, આત્મહત્યાના કોઈપણ કેસમાં પોલીસ તપાસ કરે જ છે.આત્મહત્યાનું કારણ શોધે છે.આરોપમાં તથ્ય હશે તો તપાસ થશે.તેમણે ભાજપ પર કટાક્ષ કર્યો કે,કેટલાક પક્ષો પાસે કોઈ કામ નથી,માટે આ પ્રકારના આરોપ લગાવે છે.

શું છે સમગ્ર ઘટના

પુણેમાં રહેતી બીડ જિલ્લાના પરલીની મૂળ નિવાસી 22 વર્ષીય પૂજા ચવાણ રવિવારે મોડી રાત્રે બિલ્ડીંગની ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.તે પોતાના ભાઈની સાથે પુણેના હડપસર વિસ્તારમાં મહમંદ પરિસરમાં આવેલ હેવન પાર્ક બિલ્ડિંગમાં રહેતી હતી.સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે પૂજાના વિદર્ભના એક મંત્રી સાથે પ્રેમ સંબંધ હતા. આ સંબંધને જ આત્મહત્યાનું કારણ માનવામાં આવે છે.જોકે પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.

Share Now