લ્યો હવે ક્યાંથી ભૂંસાય નરેન્દ્ર મોદીનું નામ?… મોદી નાનકડું બાળક બની ગયા

306

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેક ગુજરાતી અને ભારતીયના દિલમાં વસ્યા છે.તેમની પોપ્યુલારિટીનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે.તેમણે વિકાસના કરેલા કામોથી સૌથી વધુ પ્રભાવિત મહિલાઓ અને બાળકો છે.મોદીની પ્રતિષ્ઠા અન્ય રાજકીય નેતાઓ કરતાં ઘણી ઉંચી છે.

થોડાં સમય પહેલાં નરેન્દ્ર મોદીના મંદિર બનાવવાના પ્રયાસો થતાં હતા પરંતુ ખુદ મોદીએ તેમના સમર્થકોને કહ્યું હતું કે મારૂં મંદિર બનાવશો નહીં.એ પછી મોદીના નામની ફિલ્મો શરૂ થઇ હતી. અનેક નિર્માતાઓએ તેમના નામની ફિલ્મો બનાવી છે અને તેમનું જીવન ચરિત્ર્ય લોકોને બતાવ્યું છે.

ગુજરાત જેમની જન્મભૂમિ રહી છે તેવા નરેન્દ્ર મોદીનું મૂળ વતન વડનગર છે. આજે આ શહેરની કાયાપલટ કરવામાં આવી છે.વડનગર એક ઐતિહાસિક નગરી છે.ઉત્થનન દરમ્યાન અનેક પૌરાણિક અવશેષો મળી આવ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીના નામના ટી સ્ટોલ ભારતભરમાં ખૂલ્યાં હતા. મોદીના નામના મહોંરા ચૂંટણી મેદાનમાં જોવા મળતા હતા. સ્કૂલોમાં બાળકો એક્ટિંગમાં નરેન્દ્ર મોદીનો રોલ ભજવતાં રહ્યાં છે.

બે વર્ષ પહેલાં દિવાળીના સમયમાં મોદીના નામના ફટાકડા આવ્યા હતા. ઉત્તરાયણમાં મોદીના નામ અને ફોટા સાથેના પગંત આકાશમાં ઉડતા હતા.હવે મોદીના નામ અને ચહેરા સાથે બાળકોના રમકડાં બજારમાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલા લોકપ્રિય બની ગયા છે કે તેઓ અબાલ અને વૃદ્ધ પ્રત્યેક વયમાં લોકો જાણે છે. બે વર્ષનું બાળક પણ મોદી…મોદી… કરી રહ્યું છે. મૈં ભી મોદી… એવા સ્લોગન સાથે હવે બાળકો માટેના રમકડાં બજારમાં આવ્યા છે જે લોકોની જીજ્ઞાસા વધારી રહ્યાં છે.

જાણકારો કહે છે કે આવું ત્યારે જ બને જ્યારે તમારી બ્રાન્ડ વેલ્યુ મોટી હોય.તમારા નામથી વસ્તુઓ વેચાવા લાગે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રાન્ડ વેલ્યુ ખૂબ વધારે છે.તેમના નામે લોકો ચૂંટણી તો જીતે જ છે પરંતુ માર્કેટમાં વસ્તુઓ વેચવા માટે પણ તેમનો સહારો લેવાઇ રહ્યો છે.

Share Now