સત્તા માટે ભાજપ કોંગ્રેસનું ગઠબંધન તો ભાગ્યે જ સાંભળ્યું હશે,પરંતુ અંગત જીવનમાં આ જોવા મળ્યું છે.જી હા,કોંગ્રેસ નેતાની પુત્રી અને ભાજપ નેતાના પૌત્રના પ્રેમનું ગઠબંધન રચાયું છ.વેલેન્ટાઇન ડે પર બંને લગ્ન સંબંધમાં બંધાઈ ગયા.આ વાત છે કર્ણાટક કોંગ્રેસના મોટા નેતા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાની.જે ગઈકાલે એક બીજાના સબંધી બન્યા.
ઐશ્વર્યા – અમૃત્ય
કોંગ્રેસ નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડીકે શિવકુમારની પુત્રીના લગ્ન વેલેન્ટાઇન ડે પર થયા હતા.તેમની દીકરીનું નામ ઐશ્વર્યા છે.તેના લગ્ન જાણીતા કેફે કંપની સીસીડીના સ્થાપક વીજી સિદ્ધાર્થના પુત્ર અમૃત્ય હેગડે સાથે થયા. અમૃત્ય હેગડે ભાજપના વરિષ્ઠ નેતા એસ.એમ. કૃષ્ણાના પૌત્ર છે.
ઐશ્વર્યા – અમૃત્ય
લગ્ન સમારોહ બેંગલુરુની એક ખાનગી હોટલમાં થયો હતો.કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પણ સમારોહમાં પહોંચ્યા હતા.માહિતી મુજબ બંનેના લગ્ન પરંપરાગત રીતે થયા છે.કાર્યક્રમમાં ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા,જેમણે વર અને વધુને આશીર્વાદ આપ્યો હતો.