શિવસેનાએ ખેડૂત આંદોલન સહિત તમામ મુદ્દાઓ પર ફરથી કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે.શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં શિવસેનાએ કહ્યું હતું કે આંદોલનનો અધિકાર નિરંકુશ નહી નથી ક્યારેય પણ,કોઇપણ જગ્યાએ આંદોલન ન કરી શકાય.
સામનામાં લખવામાં આવ્યું છે કે આંદોલનનો અધિકાર નિરંકુશ નથી.ક્યારેય પણ,કોઇપણ જગ્યાએ આંદોલન ન કરી શકાય,સુપ્રીમ કોર્ટે હવે એવું કહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શું સરકારના જ ‘મન ની વાત’ સામે આવી છે? ચાર દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના આંદોલનની મજાક ઉડાવી હતી.મજાક ઉડાવતા કહ્યું હતું કે કેટલાંક લોકો માત્ર આંદોલન પર જ જીવે છે.આ લોકો ‘આંદોલનજીવી’ છે.
શિવસેનાએ કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ પ્રધાનમંત્રી મોદીના સૂરમાં સૂર મેળવતા કહ્યું કે આંદોલનકારીઓની આંખ જોવા મળી છે.કોર્ટ કહે છે,દેશમાં અચાનક આંદોલન થઇ શકે છે.આંદોલનના નામ કોઇ લાંબા સમય સુધી સાર્વજનિક રોડ પર કબ્જો ન કરી શકે.જેના કારણે બીજા લોકોના અધિકારોને નુકસાન પહોંચે છે.
શિવસેનાએ કહ્યું કે કોર્ટનું એવું કહેવું તર્ક સંગત છે. ગત વર્ષે દિલ્હીમાં શાહીનબાગમાં નાગરિકાત સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં આંદોલન થયું.આંદોલનકારીઓએ રોડ વચ્ચે કબ્જો કરી લીધો,જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી.જેના સંદર્ભમાં સુપ્રીમમાં એક અરજી પર સુનાવણી કરવામાં આવી.