ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી

274

જનહિત અરજીના માધ્યમથી ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી દીધી છે.હિસાર નિવાસી લાલ બહાદુર ખોવાલે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરતાં ઈન્ટરનેટને મૌલિક અધિકારના દાયરામાં લાવવાની માંગ કરી હતી.

અરજીમાં હરિયાણા સરકાર દ્વારા જારી 29 અને 30 જાન્યુઆરીના નોટિફિકેશનને આધાર બનાવવામાં આવ્યું છે. અરજદારે કહ્યું કે આ નોટિફિકેશનના માધ્મયથી હરિયાણા સરકારે અમુક જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટની સેવાને ઠપ્પ કરી દીધી હતી.આજના યુગમાં બધું ડિઝિટલ થઈ ગયું છે.બાળકોનું ભણતર હોય કે સરકારી સેવાઓ હોય દરેક જગ્યાએ ઈન્ટરનેટ જરૂરી બની ગયું છે.કોર્ટની સુનાવણી હોય કે મોલમાં ડિઝિટલી ચૂકવણું હોય તેના માટે પણ ઈન્ટરનેટ જરૂરી છે આવામાં તેને બંધ કરવાની દરેક વર્ગના લોકોને નુકસાન થાય છે.જો કે હાઈકોર્ટે આ અંગે અસહમતિ વ્યક્ત કરતાં અરજદારની અરજી ફગાવી હતી.

Share Now