
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા ધાર્મિક અલ્પસંખ્યત સમુદાયો પર અત્યાચારનો કાળો ચહેરો આખા વિશ્વ સામે ખુલ્લો પડી ચૂક્યો છે.એમ છતાં દિવસે દિવસે અહીં વસતા ધાર્મિક અલ્પસંખ્યક હિન્દુ,સિખ,ઇસાઇ સમુદાયો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓના અમાનુષી અત્યાચાર સતત વધી રહ્યો છે.પાકિસ્તાનના આ કાળા ચહેરાનો ખુલ્લો પાડતો અન્ય એક કેસ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં રહેતી એક હિન્દુ સગીરાનુ સ્થાનિક પોલીસ કર્મીએ અપહરણ કરી,ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લીધા હતા.
એક મીડિયા રિપોર્ટ મુજબ હિન્દુ પરિવાર સિંધ પ્રદેશમાં વસે છે.અપહરણકર્તા પોલીસવાળો અહીં અલ્પસંખ્યકોની સુરક્ષા અર્થે ફરજ પર રાખવામાં આવ્યો હતો.માહિતી મુજબ શાળા ગયેલી સગીરા પાંચ દિવસથી ગુમ થઇ હતી,જેની તપાસમાં કેસ સામે આવ્યો હતો.પીડિત પરિવારનું કહેવુ હતું કે તેમની પુત્રી સગીરા હતી,જ્યારે અપહરણકર્તા પોલીસ કર્મીએ લગ્ન સર્ટિફિકેટમાં તેની ઉંમર 19 વર્ષ નોંધાવી હતી.
નોંધનીય છે કે, પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં વસતા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોની યુવતીઓનું અપહરણ,તેમનું બળજબરીથી ધર્મપરિવર્તન અને નિકાહ કરાવી દેવાના અમેક કેસો વિશ્વ સામે આવી ચૂક્યા છે.અહીં સુધી કે અલ્પસંખ્યક સમુદાયોના ધાર્મિક સ્થળોને પણ બરબાદ કરી દેવાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે.