વડોદરામાં ભાજપના ડોન મધુ શ્રીવાસ્તવે પોલીસ અને કલેક્ટરને તો હું ખિસ્સામાં રાખું છું શું તે નિવદેન સાચું છે ? DGP આશિષ ભાટિયાએ મિડિયા ક્ષમક્ષ કહ્યું પોલીસ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી નહિ કરે !!

333

વડોદરા : વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોલીસ અને કલેક્ટરને તો હું ખિસ્સામાં રાખું છું તેવા નિવેદન સામે પોલીસ દ્વારા કોઇ સુઓમોટો કાર્યવાહી કરવામાં નહીં આવનાર હોવાનું ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.ધારાસભ્ય દ્વારા જાહેરમાં આ પ્રકારના નિવેદનો કર્યા છે ત્યારે પોલીસે આ ધારાસભ્ય સામે કોઇ કાર્યવાહી કરી કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં આશિષ ભાટીયાએ કહ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા આ મામલે સ્ક્રુટીની કરીને કોઇ સૂચના આપવામાં આવશે તો જ પોલીસ કાર્યવાહી કરશે.પોલીસ પોતાની રીતે કોઇ પગલાં લેશે નહીં.

જોકે,આ પ્રકારની વાતથી આમ જનતામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને લોકોનું કહેવું છે કે કાયદા બધા માટે સરખા હોવા જોઈએ,શા માટે સામાન્ય લોકો સામે પોલીસ કાયદાનો અમલ કરે છે ? શું કામ કે સામાન્ય જનતા સામાન્ય નાગરિક છે એટલા માટે ? આવી અનેક ચર્ચાઓ ઉઠી છે અને લોકશાહી દેશ માં જો નેતાઓ કેમેરા સામે મારી નાખવાની ધમકી આપતા હોય તો પણ પગલાં ન ભરાય અને કોઈ નાગરિક સામાન્ય ભૂલ કરે તો પણ પોલીસ ના ઘાડેધાડા ડંડા લઈ શા માટે જનતાને હેરાન કરવા રોડ ઉપર ઉતરી પડે છે શું કાયદાનું દરેકે સન્માન ન કરવું જોઈએ ? આમ જનતાને આ બેધારી અને એક તરફી કાર્યવાહી સામે વાંધો હોવાનું લોકોમાં ચર્ચા ઉઠી છે.

વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વડોદરામાં સયાજીપુરામાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વખતે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘પોલીસ અને કલેક્ટરને મારા ખિસ્સામાં રાખું છું.મારો કોલર પકડવાની કોઈની તાકાત નથી.દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ.’ જોકે તેમના આ નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે,ભાજપના નેતાઓએ સંયમ જાળવી કાયદાનું સન્માન કરવું જોઈએ.જોકે,કલેકટર અને પોલીસ માટે આવું આ નેતા જાહેર માં બોલ્યા હોવાછતાં ઉપરી અધિકારીઓ મધુ શ્રીવાસ્તવ સામે પગલાં ભરી શકતા નથી પણ હમણાં કોઈ સામાન્ય નાગરિક હોય તો હાથમાં ડંડા લઈ પોલીસવાળા દાદાગીરી ઉપર ઉતરી કાયદા બતાવવા માંડે છે જે આજની વાસ્તવિકતા સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે શા માટે દેશમાં બે જુદાજુદા કાયદા છે ? એક નેતા માટે અને બીજો પબ્લીક માટે તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

Share Now