સુરત મ્યુનિ. ચૂંટણી : 30 વોર્ડની 120 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 25.22 ટકા મતદાન, ઉધનામાં સૌથી વધુ 32.95 ટકા મતદાન

281

– ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમીના 114 ઉમેદવારો વચ્ચે સીધો જંગ

સુરત : એશિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા સુરત શહેરની મહાનગરપાલિકાના કાઉન્સિલર બનાવા માટેની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે.સવારથી જ રાજકીય પાર્ટીઓના આગેવાનોએ મતદાન કરવાની શરૂઆત કરી દીધી છે.છેલ્લા ઘણા દિવસથી પ્રચાર અભિયાન કર્યા બાદ હવે રાજકીય પાર્ટી માટે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.દરમિયાન સરથાણા ખાતે મતદાન સેન્ટર પર હેન્ડ ગ્લવ્ઝ ન આપતા લોકો અકળાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં સુરતમાં 25.22 ટકા મતદાન થયું છે.જેમાં ઉધના(દક્ષિણ) વોર્ડમાં સૌથી વધુ 32.95 ટકા મતદાન નોંધાયું છે.

Share Now