કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ગુજરાતી સાંસદ મોહન ડેલકરએ આત્મહત્યા કરી છે.મુંબઇની મરીન ડ્રાઇવ ખાતે આવેલી સી ગ્રીન હોટલમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.ડેલકર 2019માં લોકસભાના સાંસદ તરીકે અપક્ષ રીતે ચૂંટાયા હતા.તેઓએ એક સ્યુસાઇડ નોટ પણ ગુજરાતીમાં લખીને પોતાના પાસે મૂકી હતી.જો કે તેની વિગત બહાર આવી નથી.તેઓ અગાઉ ભાજપમાં હતા પરંતુ 2019માં પક્ષે તેમને ટીકીટ ન આપતા અપક્ષ ચૂંટાયા હતા અને લોકપ્રિય સાંસદ તરીકે ગણાતા હતા.તેમને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ અંગે જબરો સસ્પેન્સ છે અને આ અંગે હવે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે.શ્રી ડેલકર 1989થી આ વિસ્તારના સાંસદ તરીકે ચૂંટાતા હતા અને તેઓ એક તબક્કે ભાજપના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.
પરંતુ બાદમાં તેઓ છેલ્લે જનતા દળમાં જોડાયા હતાં. 58 વર્ષીય ડેલકરના અપમૃત્યુ અંગે જબરી ચર્ચા છે.તેઓએ પોતાનો અલગ પક્ષ પણ રચ્યો હતો અને આદીવાસી ક્ષેત્રમાં તેમની કામગીરી જાણીતી હતી. તેઓએ એક તબક્કે કોંગ્રેસના સાંસદ તરીકે પણ રહી ચૂકયા હતાં.