મુંબઈ : મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ હાલતમાં દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.તેમણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.મોહન ડેલકરે પોતાના ઓફિશિયલ લેટર પેડ પર સ્યૂસાઈડ નોટ લખી હતી અને આ સ્યૂસાઈડ નોટ 15 પાનાની હોવાનું કહેવાય છે.આ વાત મુંબઈ પોલીસે જણાવી છે.મુંબઈ પોલીસે કહ્યું કે આગામી દિવસોમાં તેમના પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવશે.
અત્રે જણાવવાનું કે 22 ફેબ્રુઆરીના રોજ દાદરાનગર હવેલીના 58 વર્ષના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ દક્ષિણ મુંબઈની એક હોટલમાં છત પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતીમાં લખેલી સ્યૂસાઈડ નોટ (Suicide note) પણ હોટલમાંથી મળી આવી છે.આ ઘટનાની જાણકારી મળ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે એક ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ આ સ્યૂસાઈડ નોટની પણ તપાસ કરી રહી છે.પોલીસના જણાવ્યાં મુજબ સ્યૂસાઈડ નોટ પરથી લાગે છે કે મોહન ડેલકર ઘણા દિવસોથી ખુબ પરેશાન હતા.તેમણે રાજનીતિક ઉપેક્ષાનો શિકાર હોવાનો પણ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે.પોતાના સમર્થકો,પરિવારના લોકોની પણ માફી માંગવાની સાથે પોતાના આ પગલા માટે અનેક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.
MP Mohan Delkar’s suicide note was written on his official letter pad and was 15 pages long. Police will be recording statements of his family members in the coming days: Mumbai Police
– ANI (@ANI) February 24, 2021
એમ પણ કહેવાય છે કે આશરે 30થી 35 લોકોના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.દાદરાનગર હવેલીનાં અનેક અધિકારી,અલગ અલગ રાજનૈતિક દળના નેતાઓનું નામ પણ સુસાઇડ નોટમાં લેવાયું છે.આ મુદ્દો ગંભીર હોવાનાં કારણે મોહન ડેલરના પત્રમાં લેખીત તથ્યો અંગે મુંબઇ પોલીસ,સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ગત્ત દિવસોમાં મોહન ડેલકરના સમર્થક અને કાર્યકર્તા દાદરા નગર હવેલીમાં અનેક પ્રકારનાં દોષીત સાબિત થયા હતા.તેના કારણે સાંસદ દુખી હોવાની આશંકા છે.