– મોટી સંખ્યામાં લોકો સામેલ થયા
દાદરાનગર : આજરોજ સ્વ મોહન ડેલકરની યાદમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.જેના દાદરા નગર હવેલીના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્ડલ માર્ચ 3 કિમિ સુંધી લાંબી લાઇનમાં સ્થાનિક લોકો જોડાયા હતા.દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે અત્યાર સુધીમાં દાદરા નગર હવેલીના લોકોને ન્યાય અપાવવા અનેક લડતો આપી હતી.તેમણે કરેલી આત્મહત્યા બાદ તેમણે ન્યાય અપાવવા માટે હજારોની સંખ્યામાં મોહન ડેલકરના સમર્થકો જોડાયા હતા.શ્રદ્ધાંજલીની કેન્ડલ માર્ચમાં મોહન ડેલકરને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર સાથે અને બેનર સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા.શ્રદ્ધાંજલિ આપવા દાદરા નગર હવેલીની મહિલાઓ બાળકો અને પુરૂષો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.સ્થાનિક લોકોનો આક્રોશ જોવા મળ્યો ગુસ્સો લોકે સુત્રોચ્ચાર કરી વ્યક્ત કર્યો હતો.