– દમણ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત
– સ્યુસાઈડ નોટમાં જેના નામ છે તેની સામે કાર્યવાહીની માગ
દમણ : દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે દમણ આદિવાસી સમાજના આગેવાનોએ આજે દમણ મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે 22 ફેબ્રુઆરીએ મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી હતી.મોહન ડેલકરે લખેલી સુસાઇડ નોટમાં જે આરોપીઓ દર્શાવ્યા છે.તેઓની સામે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામા આવી છે.
દમણના મામલતદારને આજે દમણ આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.મોહન ડેલકર દ્વારા દાદરા નગર હવેલી અને દમણના આદિવાસીઓને ન્યાય અપાવવા ઘણી લડત લડી હતી.આદિવાસીઓના નેતાને કનડગત કરનાર લોકો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.નોંધનીય છે કે, દાદરા નગરહવેલીમના સાત ટર્મ સાંસદ રહી ચૂકેલા સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાને લઈ સંઘપ્રદેશ ઉપરાંત વલસાડ જિલ્લાના આદિવાસીઓમાં શોકનો માહોલ છે.આ પહેલા ધરમપુર આદિવાસી સમાજના આગેવાનોએ પણ આવેદનપત્ર પાઠવી આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી હતી.