– TMCએ કેન્દ્ર સરકાર પર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવેલો
નવી દિલ્હી, તા. 6 માર્ચ : કેન્દ્રીય ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) દ્વારા કેન્દ્ર સરકાર પર લગાવવામાં આવેલો આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ ફગાવી દીધો છે.ટીએમસીના સાંસદ ડૈરેક ઓબ્રાયને વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ થઈ રહ્યો છે તે મામલે આ આરોપ લગાવ્યો હતો.જો કે,સાથે જ ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો વિકલ્પ શોધવા આદેશ આપ્યો છે.
ટીએમસીના સાંસદની ફરિયાદ પ્રમાણે કોરોના વેક્સિનના ડિજિટલ સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાવાર મશીનરીનો દુરૂપયોગ છે.ચૂંટણી પંચે આ મામલે બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીનો રિપોર્ટ માંગ્યો હતો.બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ પોતાના રિપોર્ટમાં વેક્સિનેશન અભિયાન કેન્દ્રની યોજના છે તેમ કહ્યું હતું.માટે ડિજિટલ સર્ટિફિકેટ પર વડાપ્રધાનની તસવીરનો ઉપયોગ કરવાનો નિર્ણય પણ કેન્દ્ર સરકારનો જ છે.ત્યાર બાદ ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આ તસવીરનો વિકલ્પ શોધવા નિર્દેશ આપ્યો હતો.