મુથુટ ફાયનાન્સના ચેરમેન એમ.જી.જયોર્જનું આકસ્મિક નિધન

263

નવી દિલ્હી: દેશમાં ગોલ્ડ ફાયનાન્સમાં અગ્રણી મુથુટ ફાયનાન્સના ચેરમેન એમ.જી.જયોર્જ ગઈકાલે દિલ્હીમાં તેમના નિવાસે સીડી પરથી પડી જવાના કારણે ઈજા થયા બાદ નિધન થયું હતું.તેઓ 71 વર્ષના હતા તેઓ ગોલ્ડ લોન સહિત 20 જેટલા વ્યવસાયમાં સંકળાયેલા હતા જેમાં રીયલ એસ્ટેટ,શેરબજાર,હોસ્પીટલ,હોટેલ અને શિક્ષણનો પણ સમાવેશ થતો હતો.કંપનીનું વડુ મથક કોચીમાં છે પણ એમ.જી.જયોર્જ દિલ્હીથી તેનું સંચાલન કરતા હતા. 1949માં કોચીમાંજ જન્મેલા શ્રી એમ.જી.જયોર્જના પિતા એમ.જયોર્જ મુથુટ એ ગોલ્ડ લોન વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો અને આજે તે દેશના સૌથી મોટા ગોલ્ડ ફાયનાન્સ કંપનીના ચેરમેન બની ગયા હતા અને આજે તેનો ગોલ્ડ લોન બીઝનેસ જ રૂા.56000 કરોડનો થયો છે અને દેશભરમાં 5500 શબ્દોમાં છે તેમના એક પુત્રની 2009માં હત્યા થઈ હતી તેમાં કેરાળામાં શક્તિશાળી ગણતા ઓર્થોડોઝ ચર્ચ ટ્રસ્ટના એક ટ્રસ્ટી હતા તથા અનેક વ્યાપારી સંગઠનો સાથે પણ સંકળાયેલા હતા.

Share Now