ભાજપ એક દિવસ બધું વેચી મારશે અને ગવર્મેન્ટ ઓફ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની જશે : શંકરસિંહ બાપુના ચાબખા

273

ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કરી ખાનગી કરણ ની નિતિરિતિનો વિરોધ કર્યો હતો તેઓ એ સરકારી કંપનીઓના ખાનગીકરણ મામલે ભાજપ સરકાર પર પ્રહાર કરી જણાવ્યું હતુ કે,કેન્દ્ર સરકારને ખાનગી કંપની સાથે કરી સરખામણી કરતી પોસ્ટ મૂકીને તેમણે જણાવ્યું હતુ કે,સરકારના ખાનગીકરણના દિવસો દૂર નથી કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બની જશે.

દર વર્ષે ભાજપ સરકાર એક ને એક વાયદાઓ કરે છે કે 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ આપીશું પણ આટલા વર્ષો વીત્યા છતાં નોકરીઓ આપી નથી શક્યા અને ખુદ સરકારના આંકડા મુજબ તેઓએ 4 વર્ષમાં માત્ર 1 લાખ નોકરી આપી છે જ્યારે મારી સરકારે 1996 માં 1 વર્ષની અંદર 1 લાખ સરકારી નોકરીઓ આપી હતી.તેઓ એ સુપ્રીમ કોર્ટ ની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવી જજ ની કામગીરી મુદ્દે પણ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.

Share Now