વડોદરા ફાર્મ હાઉસ માં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ માણતાં 23 યુવક-યુવતીની ધરપકડ, મોટાભાગના વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરનાર

359

– મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરે છે : આફ્રિકાથી લાવવામાં આવી હતી ખાસ બોટલ

વડોદરા : વડોદરામાં અખંડ ફાર્મ હાઉસ બાદ ફરી એકવાર હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી છે.હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના 23 નબીરાઓ સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.ત્યારે વડોદરાની હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.દારૂની મહેફિલમાંથી પકડાયેલ 13 યુવતીઓ પૈકી 8 યુવતી વિદેશમાં અભ્યાસ કરે છે.જેમાં 2 સ્વિત્ઝરલેન્ડ, 1 અમેરિકા, 4 કેનેડા, 1 લંડનમાં અભ્યાસ કરે છે.ગ્રીન વુડ્સે બંગ્લોઝમાં રહેતો રાકેશ પંજાબી આફ્રિકાના કોંગો ખાતેથી દારૂની બોટલ લાવ્યો હતો.

વડોદરામાં હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાવવાનો મામલામાં લક્ષ્‍મીપુરા પોલીસે મહેફિલમાંથી 10 યુવક અને 13 યુવતી સહિત 23 લોકોને પકડ્યા હતા.પોલીસે 13 યુવતીઓને શહેર નહિ છોડવા નોટિસ આપી છે.જેમાં બ્લડ રિપોર્ટ ના આવે ત્યાં સુધી તમામ યુવતીઓને શહેર ન છોડવા નોટિસ આપી છે. આજે સાંજ સુધી તમામના બ્લડ રિપોર્ટ આવી શકે છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે,જેના ઘરે પાર્ટી થઈ તે રાજ પંજાબી અમેરિકામાં માર્કેટિંગનો અભ્યાસ કરે છે.તો વત્સલ્ય શાહ કેનેડામાં બિઝનેસ કોમ્યુનિકેશનો અભ્યાસ કરે છે.રોહિન પટેલ કેનેડામાં કોમર્સનું સ્ટડી કરે છે.તો આદિત્યસિંહ પરમાર કેનેડામાં બીબીએનો કોર્સ કરી રહ્યો છે.મારૂક પાદરી યુકે ખાતે લોનું શિક્ષણ મેળવી રહી છે.વરૂણ અમીન અમેરિકામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે.દારૂની મહેફિલમાં પકડાયેલા તમામ વડોદરાના બિલ્ડર,જવેલર્સ અને ઉદ્યોગપતિઓના સંતાનો છે તેવું એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું.

મહેફિલમાં શાલીન માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા.તો યુવતીઓમાં કેયા શાહ,સાનિયા સમીર ખેરા,લાવણ્યા તલાટી,આશના શાહ, સોમ્યા સંજીવ ભારંભે, રેહાના આહુજા, પ્રીત ચોક્સી, નિહારિકા શાહ, ઋતિકા ગુપ્તા, આયુષી શાહ, શોભા દવે, આકાંક્ષા રાવ અને ત્રિશા પટેલ પકડાઈ હતી.

પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધ્યો છે.તો સાથે જ 5 કાર અને 1 વિદેશી દારૂની બોટલ પોલીસે જપ્ત કરી છે. 13 યુવતીઓ સામે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે.પોલીસે તમામ યુવતીઓના બ્લડ સેમ્પલ લીધા છે.રિપોર્ટ આવ્યા બાદ પોલીસ યુવતીઓ સામે ગુનો દાખલ કરાશે.

વડોદરામાં પકડાયેલા હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલની વાત કરીએ તો,તમામ યુવક-યુવતીઓ વડોદરાના નામાંકિત પરિવારોમાંથી આવે છે.પરિવારની છબી ન બગડે તે માટે આ વગદાર પરિવારોએ પોતાના સંતાનોને છોડાવવા અને પોતાનું નામ મીડિયામાં ન ઉછળે તે માટે ભારે ધમપછાડા કયર્િ હતા. અખંડ ફાર્મમાં પકડાયેલી દારૂની મહેફિલ જે રીતે આખા ગુજરાતમાં ચચર્નિું કેન્દ્ર બની હતી,તેનું પુનરાવર્તન ન થાય તે માટે વગદાર પરિવારોએ પોતાની તમામ પ્રકારની પહોંચનો ઉપયોગ કર્યો હતો.

ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિત્તે દારૂની મહેફિલ યોજાઈ હતી. જેમાં સંતાનો પકડાતા જ માતાપિતા પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા. 12 યુવતીઓ અને 10 યુવકો મહેફિલ માણતા ઝડપાયા છે.આમ, કુલ 22 ખાનદાની નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે.તો બીજી તરફ,ગત રાત્રિએ વગદારોએ સંતાનોને છોડાવવા ધમપછાડા કયર્િ હતા.તમામ વગદાર પરિવારોમાંથી આવતા માતાપિતા તેમના સંતાનોને છોડાવવા પોલીસ પર રાજકીય દબાણ કરી રહ્યા હતા.તો સાથે જ મોટા ઉદ્યોગપતિઓએ રૂપિયાની લેતીદેતીની પણ વાતો કરી હતી.તો સાથે જ મામલો પતાવી દેવા અને રફેદફે કરવા પણ માંગણી કરી હતી.પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે તેમના સંતાનોને છોડી દેવા માતાપિતા દ્વારા તમામ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું.જોકે, લક્ષ્‍મીપુરા પોલીસે ઉદ્યોગપતિઓને કોઈ પ્રકારની મચક ન આપી કેસ નોંધ્યો હતો.જોકે, તમામ યુવક-યુવતીઓનો જામીન પર છુટકારો થયો હતો.

Share Now