– દમણ -દાદરાનગર પ્રસાશન દ્વારા સમયની તક પારખી જઈ સિલ્વાસા કલેક્ટર ઓફિસ બહાર રેપિડ એક્શન ફોર્સ ગોઠવી દેવામાં આવી
– મુંબઈ પોલીસના ટોપ કોપથી સજ્જ SIT ટીમ તપાસ અર્થે દાદરાનગર પહોંચે તે પહેલાં ડેલકર વિરુદ્ધ ઇરાદાપૂર્વક ઉભા કરાયેલાં ડોકયુમેન્ટ્સ અને અન્ય સાહિત્ય રફેદફે કરવા ગોઠવણ કરાઈ રહી છે !!?
– આ ગંભીર મામલે પ્રેસનોટ ઈશ્યુ ન થાઈ ત્યાં સુધી કોઈ પ્રકારના સંદેશ કે ચિત્ર કે વિડિઓ ન મોકલવા સુચના અને પ્રચાર વિભાગ દાદરાનગર-દમણ-દીવ જણાવી રહ્યું છે
– નવ આરોપી પૈકી એક મોટા ભાજપના આગેવાનના ભાઈનું પણ એફઆઇઆરમાં હોઈ સ્થાનિક દમણ -દાદરાનગર ભાજપના હોદ્દેદારો પણ ડૅમેજ કન્ટ્રોલ કરવા કામે લાગી ગયા !!
સુરત /દાદરાનગર તા.11/03/201 : ( એડિટર – જિગર વ્યાસ દ્વારા ) મોહન ડેલકર આપઘાત પ્રકરણમાં પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે.સાંસદ મોહન ડેલકરે ગત તારીખ 22 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત હોટેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ત્યારથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો.જેમાં ગતરોજ મુંબઈ પોલીસે આ મામલે પ્રસાશક પ્રફુલ પટેલ સહીત 9 જણા વિરુદ્ધ મરીન ડ્રાઈવ પોલીસમાં ગુનો નોંધતા એસી ઓફિસમાં બેસતાં પ્રદેશના DYSP,PI,તલાટી,નાયબ કલેક્ટર અને કલેક્ટર સહીત અન્ય ઘણા મોટા માથાઓ ફિક્સમાં મુકાયા છે કારણ કે મહારાષ્ટ્ર સરકારે સાત ટર્મ સાંસદ રહી ચૂકેલા મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં SITને તપાસ સોંપતા સોંપો પડી જવા પામ્યો છે.આ બધા વચ્ચે ગઈકાલે દમણ -દાદરાનગર પ્રસાશન દ્વારા સમયની તક પારખી જઈ સિલ્વાસા કલેક્ટર ઓફિસ બહાર રેપિડ એક્શન ફોર્સ અને અન્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તેમજ જાણકારોના મતે મોહન ડેલકર આદિવાસી સમાજના મસીહા અને ખુબ જ લોકપ્રિય સાંસદ હતા જેને લઇ સ્થાનિક આદિવાસી સમાજ સહીત ડેલકરના સમર્થકોમાં વ્યાપેલા રોષ અને ઉકળતા ચરુ જેવી સ્ફોટક સ્થિતિને લઇ આ પગલું સલામતીના રૂપે તંત્ર દ્વારા લેવાયું છે જયારે બીજી તરફ એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે મુંબઈ પોલીસના ટોપ કોપથી સજ્જ SIT ટીમ તપાસ અર્થે દાદરાનગર પહોંચે તે પહેલાં ડેલકર વિરુદ્ધ ઇરાદાપૂર્વક ઉભા કરાયેલાં ડોકયુમેન્ટ્સ અને અન્ય સાહિત્ય રફેદફે કરવા ગોઠવણ કરાઈ રહી છે કે પ્રયાસ હાથ ધરાઈ રહયો છે !!? જેવા અનેક સવાલોને લઇ દાદરાનગરમાં ચર્ચા છેડાઈ છે !! આ ઉપરાંત SIT ગમે તે ઘડીએ સંઘપ્રદેશ દાદરાનગરમાં તપાસ અર્થે ધામાં નાંખે તેવી શક્યતા વચ્ચે રાજકીય ઉથલપાથલ અને ખાસ કરીને સ્થાનિક રાજકારણીઓ પણ પોતાના લેવેલે ગોઠવણ કરી રહ્યા છે કે જેથી ભાજપ પક્ષની આબરૂનું ધોવાણ થતું અટકાવી શકાય !! જેની પાછળ એવો પણ તર્ક છે કે મોહન ડેલકર અપક્ષ ઉમેદવાર હતા અને દાદરાનગરમાં ભાજપને ડેલકરના કારણે કોઈ ફાવટ આવતી ન હતી અને આગામી લોકસભા પહેલા પ્રજારોષ ભાજપ તરફી ન થઇ જાઈ તેની પણ તકેદારી લેવાઈ રહી છે.ઉપરાંત પ્રફુલ પટેલનો ભાજપ તરફનો પ્રેમ જગ જાહેર છે અને નવ આરોપી પૈકી એક મોટા ભાજપના આગેવાનના ભાઈનું પણ એફઆઇઆરમાં નામ હોઈ સ્થાનિક દમણ -દાદરાનગર ભાજપના હોદ્દેદારો પણ ડૅમેજ કંટ્રોલ કરવામાં લાગી ગયા છે !! ભાજપના કેટલાંક સ્થાનિક હોદ્દેદારો સોશિઅલ મીડિયા થકી પ્રસાશન દ્વારા પ્રેસનોટ ઈશ્યુ કરાઈ ત્યાં સુધી રાહ જોવા વિંનતી કરી રહ્યા છે.જેમાં ડેલકર સમર્થક અને ભાજપના સમર્થકો વચ્ચે તાર્કિક ચર્ચાઓ પણ થઇ રહી છે.આ ગંભીર મામલે પ્રેસનોટ ઈશ્યુ ન થાઈ ત્યાં સુધી કોઈ પ્રકારના સંદેશ કે ચિત્ર કે વિડિઓ ન મોકલવા જણાવી રહ્યું છે.જે સીધો સંદેશ સુચના અને પ્રચાર વિભાગ દાદરાનગર-દમણ-દીવ દ્વારા કરાયો છે જેનું સેરકયુલેશન ભાજપના કેટલાક હોદેદારો અન્ય ગ્રુપમાં મોકલી કરી રહ્યા છે.જેનો સીધો મતલબ એવો પ્રસ્થાપિત થઇ શકે છે કે મોહન ડેલકર આપઘાત કેસમાં દાદરા-દમણ-દીવ પ્રશાસક પ્રફુલ પટેલ સહીત અન્ય 9 જેટલા મોટાં અધિકારીઓ સંડોવાયેલા હોઈ લોકોમાં તંત્ર વિરુદ્ધ ભભૂકતો રોષ અને ખાસ કરીને ડેલકરના સમર્થકો અને આદિવાસી સમાજ ખુબ જ નારાજ હોઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે કે વાતાવરણ તંગ ન થાઈ તેના તકેદારીના પગલાં સ્વરુપે રેપિડ એક્શન ફોર્સ સિલ્વાસા કેલેક્ટર ઓફિસ બહાર મૂકી દેવામાં આવી છે.વધુમાં સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ આગામી એક કે બે દિવસમાં મુંબઈ SITની એક વિશેષ ટીમ દાદરાનગર હવેલી ખાતે પ્રસ્થાન કરશે અને અહીંયા રોકાઈને મોહન ડેલકર આપઘાત પ્રકરણમાં સધન તપાસનો શરૂ કરશે અને FIRમાં નોંધાયેલા જેમના નામો છે એવા આરોપીઓને નોટિસ આપી નિવેદન અને વિસ્તૃત તપાસ હાથ ધરશે ત્યારે આ કેસમાં રાજકીય વાતાવરણ અને પ્રશાસકીય ગતિવિધીઓ પણ તેજ થઇ ગઈ છે.લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પ્રસાશનના કેટલાક માનીતા અને લાડકવાયા તેમજ ભ્રષ્ટ અધિકારીઓ પગાર કરતા વધુ કામ કરવા કામે લાગી ચુક્યા કે જેથી મોહન ડેલકર આપઘાત કેસમાં સામેલ તેમનાં આકાઓને કેમ અને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેમજ પુરાવા અને કાઉન્ટર સ્ટ્રેટેજીમાં ક્યાં જરૂરી પગલાં લઇ શકાય તે દિશામાં ગોઠવણ કરી રહ્યા હોવાનો પણ સ્થાનિક સ્તરે ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે !! આ તમામ પાસાઓ જોતા એવું પણ લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં અભિનવ ડેલકરે નોંધાવેલી ફરિયાદમાં હજી વધુ નામો જોડાઈ શકે એવી શક્યતા હોઈ કેસને દબાવવા અને પુરાવાલક્ષી સાહિત્યને રફેદફે કરવાની રમત પણ જોરમાં ચાલી રહી હોવાની છેડેચોક ચર્ચા છે.પરંતુ મોહન ડેલકર દાદરાનગર હવેલીના સાત ટર્મ સુધી ચૂંટાયેલા જન પ્રતિનિધિ હતા લોકોમાં તેમની ચાહના અતૂટ હોઈ તેમના આપઘાત પાછળ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી અને ન્યાય મળે એને લઇ જેમાં ખાસ કરીને આદિવાસી સમાજ અને ડેલકરના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ત્યારે આવી સ્ફોટક સ્થિતિ વચ્ચે દીવ દમણ દાદરા પ્રસાશક પ્રફુલ પટેલનું નામ એફઆઇઆરમાં સૌથી પહેલું છે ઉપરાંત અન્ય કેટલાય લોકો પ્રફુલ પટેલની તાનાશાહીના શિકાર બન્યા હતા જેનો ઉલ્લેખ ખુદ આપના સાંસદ સંજય સિંહએ મીડિયા સમક્ષ કર્યો હતો જેને લઇ પ્રફુલ પટેલના શિકાર બનેલા એક આખા વર્ગમાં પણ હાલની સ્થિતિને લઇ ભારોભાર તંત્ર વિરુદ્ધ ગુસ્સો અને આક્રોશ છલકાઈ રહ્યો છે ત્યારે તેના અગમચેતી અને સલામતી તેમજ લો એન્ડ ઓર્ડર મેન્ટેઇન રાખવાના પગલાંરૂપે દાદરાનગર હવેલીની કલેક્ટર ઓફિસ બહાર રેપિડ એક્શન ફોર્સ ખડકી દેવામાં આવી હોવાનું સૂત્રોએ અંતે જણાવ્યું હતું.