
– હાલ નરાધમ 20મી સુધી રિમાન્ડ પર
સિલવાસા : સિલવાસા બાર એસોસિયેશન અને દાનહ બાર એસોસિયેશને નરોલીની બાળકીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા કેસના આરોપીનો કેસ નહિ લડવાનું નક્કી કર્યુ છે.સિલવાસા બાર એસોસિયેશન અને દાનહ બાર એસોસિયેશનના સભ્યોએ ડીસ્ટ્રીકટ અને સેશન જ્જને લેખિતમાં રજુઆત કરી છે કે બાર એસોસિયેશનના સભ્યો દ્વારા મિટિંગ કર્યા બાદ નક્કી કરાયું છે કે,નરોલી ગામની ચાર વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં જે આરોપીની પોલીસે ધરપકડ કરી છે તેનો અમે કોઈપણ વકીલ કેસ હાથમાં લઈશું નહિ.
આ ઘટનાને લઇ સમગ્ર સંઘપ્રદેશ દાનહ સેલવાસના લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.દાનહ પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી 20મી સુધીનો રિમાન્ડ મેળવ્યો છે.તે દરમિયાન આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગેની પણ માહિતી બહાર આવશે.