– શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1247 થઈ ગઈ છે
સુરત : કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે.સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 56,426 થયો છે.મૃત્યુઆંક વધીને 1141 પર પહોંચ્યો છે.શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 54,038 થઈ છે.હાલ શહેર અને જિલ્લામાં કુલ 1247 એક્ટિવ કેસ છે. દરમિયાન આજે પાલિકા દ્વારા જાહેનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, આજથી ગેમ ઝોન,જીમ,ક્લબ સહિત હોટલના બેન્ક્વેટ હોલ બંધ રાખવામાં આવશે.
સુરતના અઠવા વિસ્તારમાં કેસ વધારે હોવાથી રેડ ઝોન છે.રેડ ઝોનમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં દુકાનદારોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.પાલિકા કમિશ્નર દ્વારા અઠવા ઝોનમાં તમામ દુકાનદારોનું ટેસ્ટિંગ ફરજીયાત કરાયું છે.દુકાનદારો ઓફિસ ધારકો પણ તંત્રને સાથ આપી ટેસ્ટિંગ કરાવી રહ્યા છે.
કોરોના સંક્રમણને ધ્યાને લેતા બીઆરટીએસ અને સિટી બસના તમામ રુટો બંધ કરી દેવામાં આવ્યાં છે.બસના રૂટ બંધ કરી દેવામાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.મહાનગરપાલિકા સંચાલિત સેવા બંધ કરી દેવામાં આવતાં મુસાફરોને પગપાળા જવાની ફરજ પડી રહી છે.શહેર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.સાજા થનારા દર્દીઓની સંખ્યા સામે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1420 થઈ ગઈ છે.સિવિલ હોસ્પિટલમાં 35 દર્દીઓ પૈકી 12 ગંભીર છે.જેમાં 1 વેન્ટીલેટર, 5 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે.સ્મીમેરમાં 14 ગંભીર પૈકી 3 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે.
કાપડના વેપારીઓ,રત્નકલાકાર, હીરા વેપારી સહિત અનેક સંક્રમિત
શહેરમાં બુધવારે કાપડના વેપારીઓ,રત્નકલાકાર,હીરા વેપારી,કાપડ દલાલ સહિત અનેક સંક્રમિત થયાં છે.જેમાં ખાસ કરીને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 24 અને ડાયમંડ સાથે સંકળાયેલ 11 વ્યકિતઓ સંક્રમિત થયા છે.જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં બેન્ક મેનેજર, 11 કાપડના વેપારી, વિદ્યાર્થીઓ,હીરા વેપારી,કાપડ દલાલ,ડીપીએસ સ્કૂલનો વિદ્યાર્થી,એમ્બ્રોઇડરી કારખાનેદાર,એડવોકેટ,રત્નકલાકાર,વેસ્ટ ઝોનમાં ટ્રાન્સપોર્ટ કર્મચારી,એમ્બ્રોઇડરી કારખાનેદાર,ટેક્સટાઇલ વેપારી,બિલ્ડર,હીરા દલાલ,આરટીઓ ઇન્સ્પેક્ટર,ફાર્મસીસ્ટ,ઇસ્ટ ઝોનમાં ટેક્સટાઇલ વેપારી તેમજ સેન્ટ્રલ ઝોનમાં સીએનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.