
કોરોના વેક્સિન લઈ ચૂકેલાં પોલીસ અિધકારીઓ અને કર્મચારીઓ કોરોના અંગેની ચર્ચા કરે છે અને વિતેલા વર્ષ દરમિયાનની ગતિવિધઓ યાદ કરે છે.વર્ષ 2020ની તા. 22 માર્ચે જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો ત્યાર પછી લોકડાઉનની સિૃથતિએ લોકોને વિહવળ બનાવી દીધાં હતાં.એ સમયે બંિધયારપણું અનુભવતાં લોકો પર પોલીસે અનેક જગ્યાએ દંડાવાળી કરવી પડી હોય તેવા કિસ્સા વિવાદી બન્યાં હતાં.લોકોની માનસિક સ્થિતિ જોતાં પોલીસને કાયદાનુસાર કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો.દંડાવાળી ભૂલીને પોલીસે દંડવાળી કરવાની કડક અમલવારી શરૂ કરી.કોરોનામાં દંડાવાળીથી પોલીસે શરૂ કરેલી સફર અત્યારે દંડવસૂલાત પર કેન્દ્રિત છે.તિજોરીમાં 115 કરોડની ધરખમ આવક થઈ તેનાથી સરકારને હાશ છે.હવે,દંડનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.કોરોનાને સહુ કોઈ ભૂલવા માગે છે તેમાં કદાચિત પોલીસ તંત્ર અગ્રેસર હશે.
વિતેલા કોરોના યરની સફરને યાદ કરતાં અનેક પોલીસ અિધકારી વિચારમગ્ન થઈ જાય છે.અમદાવાદમાંં કુલ 700થી વધુ પોલીસ કર્મચારીને કોરોનાની અસર પહોંચી હતી.પણ,અગણિત પોલીસ કર્મચારી એવા હતાં કે જે કોરોના ફોબિયાથી પિડાઈ રહ્યાં હતાં.જો કે,કોરોના વેક્સિનેશન પછી ખાખી વર્દીની ખુમારી કોરોના સામે ફરી જાગી છે.વર્ષ 2020ના માર્ચ મહિનામાં કોરોનાનો આરંભ થયો તેવા તબક્કે અચાનક જ જે ખાસ કામગીરી સોંપાઈ તેના માટે પોલીસ તૈયાર નહોતી.વર્ષ 2020ની 22 માર્ચથી જનતા કર્ફ્યૂ લદાયો તેની અમલવારી પોલીસ માટે આસાન નહોતી.શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં કોરોનાનું સ્વરૂપ વિકરાળ જણાતું હતું અને પશ્ચિમ વિસ્તારને વિખૂટો પાડી દેવામાં આવ્યો.આ માટે આખા શહેરમાં નાકાબંધી કરવામાં આવી.આ ઉપરાંત, કોઈ વ્યક્તિ પોતાના વિસ્તારમાંથી બહાર ન નીકળે તે માટે નાકાબંધી કરવામાં આવી.અનેક સૃથળે પોલીસે દંડાવાળી કરી સિૃથતિ સંભાળવાનો વખત આવ્યો હતો. એકાદ મહિના પછી બેરોજગારીની ઘેરી અસર દેખાવી શરૂ થઈ અને કડક બની રહેલી પોલીસની દંડાવાળી વિવાદનું કેન્દ્ર બની હતી.