હવે બિસ્તરા પોટલાં બાંધી લો, જેઓના નામ FIRમાં છે તેમને સંઘપ્રદેશની પ્રજા છોડશે નહિ : અભિનવ ડેલકર

319

– સ્વ.મોહન ડેલકરના શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં હજારોની જનમેદની વચ્ચે પુત્ર અભિનવે પ્રશાસન વિરુધ્ધ આક્રોશ ઠાલવ્યો

દાનહ : દાનહ સાંસદ સ્વ મોહન ડેલકરની આત્મહત્યાની ઘટનાને 1 માસ પૂર્ણ થતાં સોમવારે આદિવાસી વિકાસ સંગઠન દ્વારા અપાયેલા સેલવાસ-દમણ બંધનું એલાનને સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.સવારથી લોકો સ્વયંભુ બંધ પાળતાં બંને શહેરો સજજડ બંધ રહ્યા હતાં.સાંજે શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં દાનહમાંથી હજારો લોકો ઉમટી પડયા હતાં.મંચ પરથી પુત્ર અભિનવ ડેલકરે જણાવ્યુ હતું કે 1 મહિનો બહુ શાંતિ રાખી છે પણ હવે શાંતિ નહિ રાખીએ.જેમના નામ એફઆઇઆરમાં છે તેઓ બિસ્તરા પોટલાં બાંધી લો દાનહની પ્રજા છોડશે નહિ એવું જણાવી પ્રશાસન પર આક્રોશ ઠાલવ્યો હતો.

દાનહ સાંસદ સ્વ. મોહનભાઇ ડેલકરના આપઘાત કેસમાં એક માસ પૂર્ણ થતાં સોમવારે સાંજે 4 કલાકે કિલવણી નાકા ખાતે જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જનશૈલાબ ઉમટી પડયુ હતું.હું છું મોહન ડેલકરના નારા સાથે હજારોની સંખ્યામાં જનમેદની શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચી હતી. સ્થળ પર પગ મુકવાની જગ્યા પણ ન રહે તેવી જનમેદની વચ્ચે મંચ પરથી પુત્ર અભિનવ ડેલકરે તેમના પિતા સ્વ મોહન ડેલકરની શૈલીમાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે છેલ્લા એક મહિનાથી શાંતિપૂર્વક આપણે કેન્ડલમાર્ચ તેમજ રેલીઓ કાઢી હતી પણ હવે બસ શાંતિ નહિ આ લડાઇ આક્રોશથી આગળ વધારીશું.તેમણે પ્રશાસનના અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવે બિસ્તરા પોટલાં બાંધી લેવો. જેઓના નામ એફઆઈઆરમાં છે તેમને દાનહની પ્રજા છોડશે નહિ.મને મહારાષ્ટ્ર સરકાર પર પૂરો વિશ્વાસ છે.

મારા પિતાએ જે બલિદાન પ્રદેશના લોકો માટે આપ્યું છે એ વ્યર્થ નહિ જાય.આ સાથે પોતાની માતાનો સંદેશો આપતા લોકોને પૂછ્યું હતું કે શું તમે ડેલકર પરિવારની સાથે છો ? એ સમયે ઉપસ્થિત હજાર લોકોએ એકી અવાજે હા પડતા અભિનવ ભાવુક બન્યા હતાં. લોકોને હાથ જોડી આભાર માન્યો હતો. સ્વૈચ્છિક બંધના એલાનને નિષ્ફળ બનાવવાના પ્રશાસન-ભાજપના તમામ પ્રયાસ વિફળ થયા હતાં.ન્યાયની માંગણી સાથે મોટી સંખ્યામાં જનમેદની કલવણી ખાતે એકત્ર થઇ હતી.પ્રશાસનને કલમ 144 લાગુ થઇ હોવા છતાં પણ સ્વંભૂ લોકો ઉમટી પડ્યા હતાં.હાથમાં બેનરો અને મોહન ડેલકરના પોસ્ટર સાથે ડેલકર પરિવારને ન્યાય માટે માગ કરી હતી.શ્રદ્ધાજંલિ કાર્યક્રમમાં પગ મુકવાની જગ્યા ન રહે એટલી જનમેદનીની હાજરી વચ્ચે પુત્ર અભિનવ ડેલકરે પોતાના પિતાની સેલીમાં સંબોધન કર્યુ હતું.તેમના પ્રવચન દરમિયાન દરેક વાત પર જનમેદનીએ સમર્થન જાહેર કર્યુ હતું.શ્રદ્ધાજંલિ કાર્યક્રમ પૂર્વે દમણ અને સેલવાસ બંધ રાખવામાં આવ્યું હતું.બંને પ્રદેશોમાં લોકો સ્વંભૂ બંધ પાડતા રસ્તા સૂમસામ જોવા મળ્યાં હતાં. બીજી તરફ સાંજે કિલવણી નાકા પર ચારે તરફથી લોકો ઉમટી પડ્યા હતાં. સવારથી સાંજ સુધી સેલવાસ શહેર પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું.

વધુમાં અભિનવ ડેલકરે કહ્યુ હતું કે લોકોને ડરાવવા માટે રેપીડ એક્શન ફોર્સને ઉતારવામાં આવી હતી.સમય પર યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હોત તો લોકોને ન્યાયની માંગ સાથે રસ્તા ઉતરવાની ફરજ પડે જ નહીં.અધિકારીઓની ફોજ ઓછી છે પણ અમારી સંખ્યા અનેક ગણી છે.તાનાશાહી સહન નહીં થાય,હવે અમે વળતો જવાબ આપીશું.144 કલમ લાગુ કરી પ્રશાસને ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો.

સંઘપ્રદેશની સાથે ગુજરાત,મહારાષ્ટ્રથી લોકો પણ સેલવાસ આવી પહોંચ્યા હતા

આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં સંઘપ્રદેશની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો પણ આવી પહોંચ્યા હતાં.હજારોની સંખ્યામાં હાજર જનમેદનીમાં પ્રશાસન સામે આક્રોેશ જોવા મળ્યો હતો.આ દરમિયાન મસ્જિદમાં બાંગ પોકારવામાં આવતા અભિનવ ડેલકરે તેમનું વક્તવ્ય અટકાવી દીધું હતું.

Share Now