– પોલીસ સ્ટાફ સાથે ગમેતેમ બોલી ગેરવર્તન કરતા કાર્યવાહી
વલસાડ : વલસાડ હાઇવે ઉપર મોડી રાત્રિએ ડુંગરી બ્રિજ ઉપર એક્સિડન્ટ થતાં હાઇવે પર ટ્રાફિજ જામ થયો હતો.ડુંગરી પોલીસ ટ્રાફિક નિયમન માટે ડાયવર્ઝન આપ્યું હતું.કાર આવતા તેને રોડની બાજૂમાં ઉભા રહેવા ઇશારો કરાયો હતો.પરંતું ચાલકે રોડ ઉપર જ કાર ઉભી રાખી દીધી હતી.કારમાં ચાલક સહિત 4 યુવાન બેઠા હતા.પોલીસે આગળ એક્સિડન્ટ થયું છે છતાં કાર કેમ ધીમી પાડી નહિ તેવું યુવાનોને જણાવતા તેઓએ પોલીસને ગમે તેમ બોલવા માડતા ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું.
તમામ યુવાનો નશાની હાલતમાં જણાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.જેમાં સૈફઅલીખાન પઠાણ, રહેે.બારડોલી માછીવાડ,મોહમદ અર્શદ કાગઝી, રહે.કોર્ટની સામે,બારડોલી, રિઝવાન સલીમ શેખ, રહે. બારડોલી જૂની મદ્રેસા ચાલ, સુરતી ઝાંપા,અકરમ મકરાણી ,રહે.બારડોલી રામજી મંદિર સામે,તાઇવાડ, નદીમ સિંધી, રહે.બારડોલી,શેઠ ફળિયા,સોહલ હફીઝ શેખની ધરપકડ કરી હતી.