‘સુશાંત’ નામનાં બોગસ આધારકાર્ડથી વઝે કરતો હતો હોટેલમાં એન્ટ્રી અને થતી હતી સિક્રેટ સટ્ટાબાજી : કુખ્યાત કંપની ‘કિંગ્સ’ સાથે સંબંધ પણ બનાવ્યા હતા..

358

મુંબઈ તા.24 : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટીલીયા પાસે વિસ્ફોટક પદાર્થો ભરેલી મળી આવેલી કાર અને ત્યારબાદ કારનાં માલિક ગુજરાતી વેપારી મનસુખ હિરેનના મોત મામલે ક્રાઈમ બ્રાંચના સસ્પેન્ડે પોલીસ અધિકારી સચીન વઝેને એટીએસે આરોપી બનાવ્યા છે.ત્યારે વઝેના મામલે રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.તેમાં વધુ એક સનસનાટી પૂર્ણ ખુલાસો થયો છે કે વઝે ‘સુશાંત’ નામવાળા આધારકાર્ડ સાથે હોટેલોમાં એન્ટ્રી કરતો હતો અને હોટેલોનાં સિક્રેટ રૂમમાં થતી હતી સટ્ટાબાજી! અને તેનાં માટે કુખ્યાત કંપની ‘કિંગ્સ’ સાથે સંબંધ પણ બનાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સચીન વાઝે જ સુશાંતસિંહ રાજપુતનાં શંકાસ્પદ મોતના કેસની તપાસ કરી રહ્યા હતા.માનવામાં આવે છે કે અહીથી જ તેણે પોતાના બોગસ આધાર કાર્ડ પર બદલીને સુશાંત નામ રાખવાનો વિચાર આવ્યો હશે.સચીન વાઝે બોગસ આધારકાર્ડ અને દસ્તાવેજો દેખાડીને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટેલમાં દેખાયો હતો.એનઆઈએએ જયારે મુંબઈ પોલીસનાં આ સૌથી બદનામ પોલીસ અધિકારી વઝેને વૈભવી જીવન શૈલીની તપાસ કરી તો દક્ષિણ મુંબઈની વિભિન્ન હોટેલોનાં રજીસ્ટરમાં તેનું નામ સચીન નહી પણ સુશાંત સદાશિવ ખામકર નોંધાવેલુ જોવા મળ્યુ હતું.

એનઆઈએનાં સુત્રો અનુસાર વઝે જ એ વ્યકિત છે જે માત્ર પોતાના આઈપીએસ આકાઓ માટે મુંબઈના બીયર બારો,પબો અને રેસ્ટોરાઓ પાસેથી હપ્તા વસુલી જ નહોતો કરતો બલ્કે સંયુકત આરબ અમીરાત અને અન્ય મધ્ય-પૂર્વી દેશોથી સંચાલીત થઈ રહેલ સટ્ટાબાજીની કુખ્યાત કંપની ‘કિંગ્સ’ સાથે પણ સંબંધ બનાવ્યા હતા તે આ સટ્ટાબાજી બુક કરાયેલી હોટેલોનાં સિક્રેટ રૂમમાં ઓપરેટ કરતો હતો.તપાસ અધિકારીઓને શંકા છે કે આવી હોટેલોમાં જ વઝેએ સુપરકોપ બનવા માટે એન્ટીલીયા સામે જીલેટીન રાખવાની યોજના બનાવી હતી.

Share Now