વલસાડ : રાજયમાં થયેલા ખેત તલાવડી કૌભાંડમાં ઓડિટ કરનાર કંપનીના ચાર્ટડ એકાઉન્ટન્ટ સામે ACBએ કાર્યવાહી કરી છે.સમગ્ર કેસમાં તપાસ દરમ્યાન પીપરા એન્ડ કંપનીની ગેરરીતિ બહાર આવી હતી,જે મામલે ઓડિટર નમન પીપારા અને જ્ઞાનચંદ પીપરા સામે LOC(લૂક આઉટ સર્ક્યુલર) જાહેર કરી છે.જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરતા મિતેષ ત્રિવેદી અને ભૌમિક ગાંધીની ધરપકડ કરી છે.આરોપી ભૌમિક ગાંધીની વલસાડ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી. ચાર્જશીટ બાદ પણ નામંજૂર કરાઈ હતી.બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે.ખેત તલાવડીના સમગ્ર કેસમાં 99 જેટલા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી.
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની વલસાડ ધરમપુર સ્થિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ,કોન્ટ્રાકટરોએ એકબીજાના મેળાપીપણામાં 2017-18ના વર્ષ દરમિયાન વલસાડના કચીગામના ખેડૂતોની જમીનમાં 8 ખેત તલાવડી ન બનાવી છતાં માપપોથીમાં ખોટા માપો તથા હિસાબો દર્શાવી ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ ખોટા બનાવી સાચા તરીકે રજૂ કરી રૂ.6.92 લાખનું નુકસાન પહોંચડી મળતિયા અને આર્થિક લાભ કરાવ્યો હતો.સરકારના નિયમ મુજબ ખેત તલાવડી માટે ખાનગી સીએ પેઢી દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની વલસાડ ધરમપુર સ્થિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ,કોન્ટ્રાકટરોએ એકબીજાના મેળાપીપણામાં 2017-18ના વર્ષ દરમિયાન વલસાડના કચીગામના ખેડૂતોની જમીનમાં 8 ખેત તલાવડી નહિ બનાવી છતાં માપપોથીમાં ખોટા માપો તથા હિસાબો દર્શાવી ફર્સ્ટ એન્ડ ફાઇનલ બિલ ખોટા બનાવી સાચા તરીકે રજૂ કરી રૂ.6.92 લાખનું નુકસાન પહોંચાડી મળતિયા અને આર્થિક લાભ કરાવ્યો હતો.સરકારના નિયમ મુજબ ખેતતલાવડી માટે ખાનગી સીએ પેઢી દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું.