જયપુર, તા. 25. માર્ચ : ચાર હજાર વર્ષ જુની હરપ્પન સભ્યાતા અંગે પૂરાતત્વવિદો દ્વારા સમયાંતરે નવા નવા ખુલાસા થતા રહે છે.આ જ કડીમાં એક નવો અને રસપ્રદ ખુલાસો સંશોધકોએ કર્યો છે.રાજસ્થાનમાં અનુપગઢ વિસ્તારમાં થયેલા ઉત્ખનનમાં હરપ્પન સંસ્કૃતિના લોકોની ખાન પાનની આદતો અંગે જાણકારી મળી છે.આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા લખનૌની સંસ્થાને સાથે રાખીને 2017માં અહીંયા ખોદકામ કરવામાં આવ્યુ હતુ.
આ અંગેનો એક લેખ જર્નલમાં પ્રકાશિત થયો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, હરપ્પન સંસ્કૃતિમાં પણ લોકો હાઈ પ્રોટિનથી ભરપૂર મલ્ટીગ્રેન લાડુ ખાતા હતા.આ લાડુ કિચડ સાથે સંપર્કમાં આવ્યા બાદ સખત થઈ ગયા હતા અને તેની અંદરના કાર્બનિક પદાર્થ તેમજ બીજા તત્વો સુરક્ષિત રહ્યા હતા.આવા સાત લાડુ અમને ખોદકામ દરમિયાન મળ્યા હતા.વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, પહેલા તો તેનો આકાર અને માપ જોઈને અમે આશ્ચર્યમાં પડી ગયા હતા.જોકે તે માણસોએ બનાવેલા હોવાનુ દેખાઈ રહ્યુ હતુ.શરુઆતમાં લાગ્યુ હતુ કે આ નોન વેજ ફૂડ હોઈ શકે છે.જોકે એનાલિસિસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, ઘઉં ચણા અને તલનો ઉપયોગ કરીને આ લાડુ બનાવાયા હતા.આ લુડામાં દાળ,અનાજ અને મગનુ પ્રમાણ પણ બીજી સામગ્રીઓ કરતા વધારે હતુ.સિધુ ખીણીની સભ્યતાના શરુઆતના તબક્કે લોકો મોટાભાગે ખેતી પર આધાર રાખતા હતા અને આ લાડુઓની બનાવટનો સબંધ તેની સાથે હોઈ શકે છે.