દેશમાં 24 કલાકમાં કોરોનાના 59 હજાર કેસ : 257 લોકોના મોત: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ

252

નવી દિલ્હી : દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 59 હજાર નવા કેસ સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર સૌથી વધુ છે,જ્યા 24 કલાકમાં 36 હજાર નવા કેસ સામે આવ્યા છે.એકલા મુંબઇમાં કોરોનાના 5500થી વધુ કેસ આવ્યા છે જ્યારે 47 લોકોના મોત થયા છે

દિલ્હીમાં 1500થી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ વિરૂદ્ધ ફરી એક વખત રાજ્યોએ વ્યાપક સ્તરની લડાઇની તૈયારી શરૂ કરી દીધી છે.હવે 29 માર્ચે હોળી છે,તમામ રાજ્ય સરકારોએ હોળીના સાર્વજનિક સમારંભ પર પ્રતિબંધ લગાવી દીધો.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59,118 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 257 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર ગુરૂવારે 32,987 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

29 માર્ચે હોળી છે અને તે પહેલા કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે.હોળી પહેલા દેશના આશરે ડઝનથી વધુ રાજ્યમાં ખતરાની ઘંટી જોવા મળી રહી છે.સરકારે લોકોને ઘરમાં જ તહેવાર મનાવવાની અપીલ કરી છે.કોરોનાના કેસમાં વધારાને જોતા તમામ રાજ્યની સરકારે હોળીના તહેવારને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે.તો કેટલાક રાજ્યમાં હોળી અને શબ-એ-બારાતના સાર્વજનિક સમારંભ પર પ્રતિબંધ મુક્યો છે.આ રાજ્યોમાં ગુજરાત,મહારાષ્ટ્ર,હરિયાણા,ઓરિસ્સા,દિલ્હી અને ચંદીગઢ સામેલ છે.

હારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 35,952 નવા કેસ સામે આવ્યા છે.આ સાથે જ અહી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 26,00,833 થઇ ગઇ છે.રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં સંક્રમણના 1 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ સિવાય ગુરૂવારે સંક્રમણને કારણે 111 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા 53,795 થઇ ગઇ છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2,62,685 છે.

બુધવારે દેશમાં કોરોના સંક્રમણના કુલ 53,364 કેસ સામે આવ્યા હતા જે 23 ઓક્ટોબર બાદથી સૌથી મોટો આંકડો છે.આ સાથે જ સક્રિય કેસની સંખ્યા 3,96, 889 થઇ ગઇ છે. બુધવારે દેશભરમાં કોરોનાથી 248 લોકોના મોત થયા છે.મહારાષ્ટ્રમાં બુધવારે 31,855 કેસ સામે આવ્યા હતા.જે ગુરૂવારે વધીને આશરે 36 હજાર થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં આશરે 59 હજાર નવા કોરોનાના કેસ દર્જ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાએ ફરી ઝડપ પકડી છે.હોળીના તહેવાર પર કોરોનાનો ખતરો જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્ર,ગુજરાત,કેરળ,કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યમાં કોરોનાની ઝડપ વધી રહી છે.મહારાષ્ટ્રના પરભની,નાંદેડ અને બીડમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે.તો મધ્ય પ્રદેશના ભોપાલ,ઇન્દોર,જબલપુર બાદ ચાર અન્ય શહેરમાં રવિવારે લૉકડાઉનનો નિર્ણય કરવો પડ્યો છે.

Share Now