ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં કોઈ જૂતા ન ફેકેં એટલે 40 મસ્જિદો ઢાંકી દેવાઈ

314

શાહજહાંપુર : ઉત્તરપ્રદેશનો આ એક એવો જિલ્લો છે,જ્યાં દેશમાં સૌથી અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે.અહીંયા જૂતા મારીને હોળી ખેલવામાં આવે છે.એટલે મસ્જિદોમાં રંગ ન પડે અને કોઈ સાંપ્રદાયિક તણાવ ના થાય એટલા માટે શહેરમાં નીકળતા લોટ સાહેબના જુલૂસના રસ્તામાં આવતી 40 મસ્જિદોને ઢાંકી દેવામાં આવી છે અને સુરક્ષાના પગલે મસ્જિદોની બહાર પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે.

હકીકતમાં અહીંયા શહેરમાં લોટ સાહેબના 2 જુલૂસ નીકળે છે.જેમાં એક વ્યક્તિને લોટ સાહેબ બનાવીને ભૈંસા(પાડા)ની ગાડી પર બેસાડી દેવામાં આવે છે અને પછી તેને જૂતા-ચપ્પલ અને ઝાડૂ મારીને આખા શહેરમાં ફેરવવામાં આવે છે.આ દરમિયાન સામાન્ય લોકો લોટ સાહેબને જૂતા ફેકીંને મારે પણ છે.

અહીંયા એ પણ નોંધવું રહ્યું કે જુલૂસમાં ભારે સંખ્યામાં હુડદંગ થાય છે અને કેટલીક વખત લોકો ઉત્સાહમાં આવીને મસ્જિદ પર રંગ અને જૂતાં ફેંકે છે,જેના કારણે વિવાદ પેદા થાય છે.આ બાબતને ગંભીરતાથી લઈને જૂલુસના રસ્તામાં આવતી 40 મસ્જિદો સંપૂર્ણ રીતે ઢાંકી દેવામાં આવી છે.નોંધવું રહ્યું કે,અંગ્રેજો વિરુદ્ધના રોષને પગલે લોટ સાહેબને પ્રતિક માનીને તેના પર જૂતાં ફેકવામાં આવે છે.

Share Now