આજ રાત્રિથી દાદરા નગર હવેલી અને દિવ-દમણમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ

300

– સંઘ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો
– દમણમાં ગુરૂવારે કોરોના પોઝિટિવના 12 કેસ નોંધાયા હતા

દમણ : મહારાષ્ટ્ર અને મહાનગરોમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને દાદરા નગર હવેલી અને દિવ-દમણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ઘટાડવા ગુરૂવારે રાત્રે મળેલી એક બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં દાદરા નગર હવેલી અને દિવ-દમણમાં શુક્રવારે રાત્રિથી રાત્રીના 10થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

દાદરા નગર હવેલીમાં 14 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા

દાદરા નગર હવેલી અને દમણમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સંઘ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક ગુરૂવારે મોડી સાંજે મળી હતી.જેમાં દાદરા નગર હવેલી અને દિવ-દમણમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને સંઘ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમાં સંઘ પ્રદેશમાં કોરોના સંક્રમણ ઘટાડવા રાત્રી કરફ્યુ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં શુક્રવારે રાત્રીના 10થી સવારે 5 વાગ્યા સુધીનો કરફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. દમણમાં ગુરૂવારે 12 કેસ નોંધાયા હતા.દાદરા નગર હવેલીમાં 14 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હતા.જેને લઈને સંઘ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

Share Now