
– બારડોલી નગરપાલિકાનું બજેટ નવી બોટલમાં જૂના દારૂ સમાન ગત વર્ષના પ્રોજેકટ જ આ વર્ષે પણ બજેટમાં રજૂ કર્યા
બારડોલી : બારડોલી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ આજે મળેલી સામાન્ય સભા માત્ર એક મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી.વિરોધ પક્ષના માત્ર ચાર સભ્યો રજુઆત કરે તે પહેલાં જ પ્રમુખ ફાલ્ગનીબેન દેસાઈ એજન્ડાના કામોનું ફટાફટ વાંચન કરી મિટિંગ પૂર્ણ થયેલી જાહેર કરી હતી.વિપક્ષે આ તાનશાહી ગણાવી મિટિંગને રદ્દ કરવાની માગ કરી છે.
બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા નવનિયુક્ત પ્રમુખ ફાલ્ગની દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં એજન્ડાના બે કામો અને અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો અંગે કાર્યવાહી કરવાની હતી.જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન અને બહાલી આપવાનો એજન્ડા શરૂ થતાં વિપક્ષ કોંગ્રેસના ફરીદ ગજીયા સૂચન આપવા માટે ઉભા થયા હતા.પરંતુ વિપક્ષ કઈ પૂછે તે પહેલાં જ ગભરાય ગયેલા ફાગુનીબેને એજન્ડાના કામોનું વાંચન ચાલુ રાખ્યું હતું.એટલુ જ નહીં સભામાં આગામી વર્ષ 2021-22ના બજેટ કેટલું છે અને નવા કોઈ પ્રોજેકટ છે કે નહીં તે પણ સભામાં જાહેર કર્યા વગર સભા પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી.અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામોમાં નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી માટે પસંદગી સમિતિની રચનાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.આ તમામ કામો માત્ર એક મિનિટમાં આટોપી લેવાયા હતાં.
સભા માત્ર ત્રણ સેકન્ડમાં પૂર્ણ કરી દીધી : ફરીદ ગજીયા
કોંગ્રેસના નેતા ફરીદ ગજીયા સહિત ચાર સભ્યોએ પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી મિટિંગને ગેરકાયદેસર જાહેર કરી ફરી બોલાવવાની માંગ કરી હતી.ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે,કોઈ પણ કાર્યવાહીનું કામ વાંચનમાં લીધા વગર આજની સામાન્ય સભા માત્ર ત્રણ સેકન્ડમાં પૂર્ણ કરી દીધી હતી. જે ગેરબંધારણીય છે
બજેટમાં કોઈ નવા પ્રોજેકટ કે જોગવાઈ કરવામાં આવી નથી
સભામાં માત્ર એક મિનિટમાં રજૂ કરવામાં આવેલ બજેટ પણ નવી બોટલમાં જુના દારૂ જેવું જ છે.બજેટમાં કોઈ નવા પ્રોજેકટ કે જોગવાઈ કરવામાં આવી ન હતી.ગત વર્ષના જ તમામ પ્રોજેકટ ફરીથી મુકવામાં આવ્યા હતા.સભામાં 74.08 કરોડ રૂપિયાનું 1,43 કરોડની પુરાંત વાળું બજેટ પાસ થયું હતું.જેમાં કુલ 74.08 કરોડની આવક સામે 72,65 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, જેમાં મહત્વના 29 કામો માટે 53 કરોડ 10 લાખ રૂપિયા વાપરવાનો અંદાજ લગાવવામાં આવ્યો