– પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી
દાદરા નગર : દાદરા નગર હવેલીના વકીલ તરીકે ફરજ બજાવતા સન્ની ભીમરાની સેલવાસ ખાતે આવેલી ઓફિસ બહાર ત્રણ અજાણ્યા ઈસમોએ બુધવારે રાત્રે તોડફોડ હાથ કરી હતી.વકીલના સાઈન બોડની તોડફોડ કરી નુકશાની પહોંચાડ્યુ.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.બનાવ અંગે સન્ની ભીમરાએ સેલવાસ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
દાદરા નગર હવેલીના કલેક્ટરના મુંબઈની હાઈ કોર્ટના વકીલ તરીકે સેવા આપતા સન્ની ભીમરાની સેલવાસ ખાતે આવેલી ઓફિસ બહાર બુધવારે મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ આવીને વકીલની ઓફિસ બહાર લગાવેલું સાઈન બોર્ડ સહિત વસ્તુઓને નુકશાની પહોંચાડ્યું હતું.ઘટનાની જાણ સન્ની ભીમરાને જાણ થતાં તાત્કાલિક સેલવાસ પોલીસને ઘટનાની જાણ કરી હતી.સેલવાસ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઓફિસના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.