ઢાકા, તા. 3. એપ્રિલ : ભારતીય મૂળના અમેરિકન નેતા તુલસી ગબાર્ડે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.અમેરિકાના ભારતીય મૂળના સૌથી શક્તિશાળી નેતાઓ પૈકીના એક તુલસી ગબાર્ડે સોશિયલ મિડિયા પર પોતાનો રોષ ઠાલવતા કહ્યુ હતુ કે, બંગાળી હિન્દુઓ પર 1971થી હુમલા થઈ રહ્યા છે.પાક સેનાએ 1971માં લાખો હિન્દુઓની હત્યા કરી હતી અને બળાત્કારો કરીને તેમને ભાગવા મજબૂર કર્યા હતા.તેની પાછળનુ એક માત્ર કારણ ધાર્મિક હતુ.તેમણે કહ્યુ હતુ કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર 50 વર્ષ અગાઉથી અત્યાચાર થઈ રહ્યા છે.1971માં પાક સેનાએ કાવતરુ ઘડીને હિન્દુઓની હત્યા કરી હતી અને હિન્દુ મહિલાઓ પર બળાત્કાર કર્યા હતા.તેમને ઘરોમાંથી ભગાડ્યા હતા.બંગાળી હિન્દુઓને તેમના ધર્મના કારણે નિશાન બનાવાયા હતા તે હકીકત છે.શુઆતમાં હિન્દુ વસતી હોય તેવા ગામડાઓને પાક સેનાએ ટાર્ગેટ કર્યા હતા.ઢાકા યુનિવર્સિટીમાં પણ હોસ્ટેલમાં જ્યાં હિન્દુ વિદયાર્થીઓ રહેતા હતા ત્યાં પાક સેનાએ હુમલો કર્યો હતો.
25 માર્ચ,1971ની એક જ રાતમાં 5 થી 10 હજાર લોકોને મારી નાંખવામાં આવ્યા હતા.આ નરસંહાર 10 મહિના સુધી ચાલતો રહ્યો હતો.જેમાં 20 થી 30 લાખ લોકોની હત્યા કરાઈ હતી.હજારો મહિલાઓ પર રેપ કરાયો હતો.આજે પણ હિન્દુઓ પર અત્યાચારનો સિલસિલો અટક્યો નથઈ.આજે પણ બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે.તાજેતરમાં જ હિન્દુ મંદિરો પર હુમલા થયા હતા.આવા હુમલાખોરોને સજા પણ થતી નથી.તેમને સજા કરાવવાની જવાબદારી બાંગ્લાદેશ સરકારની છે.