સચિન વાઝે સાથે સંકળાયેલી મહિલા અંગે સસ્પેંસ ખુલ્યું : મીના જ્યોર્જના નામે રજિસ્ટર્ડ સ્પોર્ટસ બાઈક દમણથી જપ્ત કરાઇ

353

મુંબઈ : મુંબઈ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીના પત્ર સાથેની કાર ગોઠવવાના કેસમાં અને ડીલર મનસુખ હિરનની હત્યા કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝે સાથે નરીમાન પોઈન્ટ સ્થિત હોટેલમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલી મહિલાને અટકાયતમાં લીધા પછી નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમ (એનઆઈએ) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

મીના જ્યોર્જ નામે આ મહિલાને નામે રજિસ્ટર્ડ રૂ. 7.50 લાખની સ્પોર્ટસ બાઈક એનઆઈએ દ્વારા દમણથી જપ્ત કરી સોમવારે સવારે એક ટેમ્પોમાં આ બાઈક અને અન્ય સામગ્રીઓ લઈને એનઆઈએની ટીમ મુંબઈ પહોંચી હતી.અગાઉ દમણના ઉદ્યોગપતિની વોલ્વો કાર જપ્ત કરી હતી,જે પછી દમણમાં વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.આ બાઈક વાઝે કેસ સાથે સંબંધિત છે,પરંતુ તે અંગે એનઆઈએ કોઈ વિગતો જાહેર કરી નથી.એનઆઈએએ મીના જ્યોર્જની હજુ વિધિસર ધરપકડ પણ કરી નથી.મીના મીરા રોડમાં ભાડા પર રહેતી હતી.

જોકે ટ્રાઈડેન્ટ હોટેલના સીસીટીવી ફૂટેજમાં મહિલા દેખાયા પછી છેલ્લા 15 દિવસથી તે ગાયબ થઈ ગઈ હતી.આખરે ગયા સપ્તાહના અંતે તે એરપોર્ટ પરથી પકડાઈ હતી.તે સમયથી એનઆઈએ તેને વિવિધ જગ્યાએ લઈ જઈ રહી છે અને પૂછપરછ કરી રહી છે.આના જ ભાગરૂપે સ્પોર્ટસ બાઈક પણ સંઘપ્રદેશ દમણથી જપ્ત કરવામાં આવી છે.

Share Now