પલસાણાના બલેશ્વર પાટીયા નજીકથી વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા

393

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામના પાટીયા નજીકથી પલસાણા પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પીયો કાર સાથે બે મહિલા સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડી કુલ 15.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે બલેશ્વર ગામના પાટિયા નજીક હાઇવે ઉપર વોચ ગોઠવી હતી.તે દરમ્યાન નવસારી તરફથી એક સ્કોર્પીયો કાર આવતા તેને અટકાવી હતી. અને તેમાં બેસેલ સચિન વિષ્ણુભાઈ પનેરી (રહે, મુંબઈ), રમેશ સુદરશન કોરી (રહે, બગુમરાગામ, તા-પલસાણા), ગીતાબેન ગણેશભાઈ પ્રજાપતિ (રહે, વેસુ, સુરત શહેર) તથા સવિતાબેન સંતોષગીરી ગૌસ્વામી (રહે, સુરત) ને ઝડપી પાડ્યા હતા અને કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 207 બોટલ કિંમત રૂ. 34,650 તથા કાર મળી કુલ 15.34 લાખનો મુદ્દામાલ પલસાણા પોલીસે કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now