દેશમાં કોરોનાનો કેર જારી : વધુ 1.45 લાખ કેસ નોંધાયા, 794નાં મોત

244

– સાડા છ મહિના બાદ ફરીથી સક્રિસ કેસો 10 લાખને પાર

નવી દિલ્હી : દેશમાં કોરોનાનો અજગરી ભરડો લેવાઈ ચુક્યો છે અને દિનપ્રતિદિન કોરોનાના કેસો નવી રેકોર્ડ સપાટી બનાવી રહ્યા છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 1,45,384 કેસ નોંધાયા છે જેને પગલે અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત લોકોનો આંક વધીને 1,32,05,926 પર પહોંચ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ સાડા છ મહિનામાં જ ફરીથી સક્રિસ કેસોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે.એક દિવસમાં વધુ 794 દર્દીઓનાં મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 1,68,436 થયો છે.એક દિવસમાં મૃત્યુનો આંક 18 ઓક્ટોબર 2020 પછીનો સૌથી વદુ છે.

દેશમાં કુલ કેસ લેડની તુલનાએ સક્રિય કેસો વધીને 10,6,631 થયા છે જે કુલ કેસના 7.93 ટકા જેટલા છે.બીજીતરફ રિકવરી રેટ ઘટે 90.80 નોંધાયો છે.કોરોનાથી મૃત્યુનો દર 1.28 ટકા જેટલો રહ્યો છે.આઈસીએમઆરના ડેટા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 25,52,14,803 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. શુક્રવારે 11,73,219 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

દેશમાં 24 કલાકમાં 794 દર્દીનાં મૃત્યુ થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં 301, છત્તીસગઢમાં 91, પંજાબમાં 56, કર્ણાટકમાં 46, ગુજરાતમાં 42, દિલ્હીમાં 39, ઉત્તર પ્રદેશમાં 36, રાજસ્થાનમાં 32, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં 23-23, કેરળમાં 22, ઝારખંડમાં 17, આંધ્ર અને હરિયાણામાં 11-11 દર્દીઓએ દમ તોડ્યો હતો.

Share Now