લૉકડાઉનની આશંકાને પગલે પ્રવાસી મજૂરોનું પલાયન, મુંબઇના રેલવે સ્ટેશન પર હજારોની ભીડ

219

દેશમાં કોરોના વાઇરસ સંક્રમણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહીં છે.સોમવારના રોજ રેકોર્ડ નવા કેસ સામે આવ્યાં બાદ એક્ટિવ કેસની સંખ્યા 12 લાખને પાર થઇ છે,જે કુલ પોઝિટીવ કેસના 9.24 ટકા છે.કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્ર્યાલય અનુસાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ,દિલ્હી,છત્તીસગઢ,કર્નાટક,કેરલ,તામિલનાડુ,મધ્ય પ્રદેશ,ગુજરાત અને રાજસ્થાનમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે.નવા નોંધાયેલા કેસમાંથી 83.02 ટકા કેસ તો આ દસ રાજ્યમાંથી આવ્યાં છે.

બીજી તરફ મુંબઇમાં પ્રવાસી મજૂરોની ભીડ ઉમટી પડી રહીં છે.મુંબઇના સીએસટી સ્ટેશન પર પ્રવાસીઓ મજૂરો વતન પરત ફરવા માટે મોટી સંખ્યામાં ભેગા થઇ રહ્યાં છે.હજારોની સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન પર નજરે ચડે છે.જણાવી દઇએ કે કોરોનાના કારણે દેશમાં કથળી રહેલી સ્થિતિ અને લોકડાઉનની આશંકાઓની વચ્ચે મજૂરો મહરાષ્ટ્રથી યુપી-બિહાર સ્થિત પોતાના વતન પરત ફરી રહ્યાં છે.રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરો એકઠા થતા કોરોનાનું સંક્રમણ ફેલાવાનું ભય પણ વધ્યું છે.

મહારાષ્ટ્રમાં કથળી કોરોનાની સ્થિતિ

મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો વધી રહ્યો છે.દરરોજ દરદી અને મૃતકોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૫૧૭૫૧ કેસ નોંધાયો છે અને ૨૫૮ દરદીએ જીવ ગુમાવ્યો હતો અને આજે ૫૨,૩૧૨ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા જ્યારે રાજ્યમાં આજ દિન કોરોનાના ૫,૬૪,૭૪૬ દરદી એક્ટીવ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં આજે કોરોનાના નવા દરદી કરતાં સાજા થવાનું પ્રમાણ વધારે છે.આ સિવાય રાજ્યમાં લોકડાઉન મૂકવાની પણ સરકારે તૈયારી કરી દીધી છે.મહારાષ્ટ્રમાં આજે કોરોનાના દરદીની સંખ્યા વધીને ૩૪,૫૮,૯૯૬ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૫૮,૨૪૫ થઈ છે. જ્યારે આજ દિન સુધી કોરોનાના ૨૮,૩૪,૪૭૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે.એટલે કે કોરોનાના રિકવરીનું પ્રમાણ ૮૧.૯૪ ટકા છે.એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.રાજ્યમાં કોરોનાના ૩૨,૭૫,૨૨૪ હોમ ક્વોરન્ટીન થયા છે અને ૨૯,૩૯૯ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન હોવાનું આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.

મુંબઇમાં કોરોનાનો તાંડવ

મુંબઈમાં કોરોનાએ માઝા મૂકી છે. ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૬૯૦૫ કેસ નોંધાયા હતા અને ૪૩ દરદીએ જીવ ગુમાવ્યો હતો.આથી શહેરમાં આજ દિન સુધી કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૫૨૭૧૧૯ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૨૬૦ થઈ છે.જ્યારે ૯૦૩૭ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે.પરિણામે અત્યાર સુધી કોરોનાના ૪૨૩૬૭૮ દરદી કોરોનાથી મુક્ત થયા હતા.એટલે કે અત્યારે શહેરમાં કોરોનાથી રિકવરી થવાનું પ્રમાણ ૮૦ ટકા થયું છે.આ સિવાય શહેરમાં કોરોનાના ૯૦ હજાર ૨૬૭ દરદી સક્રીય છે.જેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Share Now